SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જ્ઞાનનો ઉદ્ધાર:- http://www.ShrimadRajchandra.org શ્રુત જ્ઞાનનો ઉદય કરવો જોઈએ. યોગ સંબંધી ગ્રંથો. ત્યાગ સંબંધી ગ્રંથો. પ્રક્રિયા સંબંધી ગ્રંથો. અધ્યાત્મ સંબંધી ગ્રંથો. ધર્મ સંબંધી ગ્રંથો. ઉપદેશગ્રંથો. આખ્યાનગ્રંથો. શ્રીમદ્ રાજચંદ્ર દ્રવ્યાનુયોગી ગ્રંથો. (ઇત્યાદિક વહેંચવા જોઈએ.) તેનો ક્રમ અને ઉદય કરવો જોઈએ. નિર્ણય ધર્મ. આચાર્ય. ઉપાધ્યાય. મુનિ. ગૃહસ્થ. મતમતાંતર ] ગચ્છ. પ્રવચન. દ્રવ્યલિંગી. અન્ય દર્શન સંબંધ. (આ સઘળું યોજાવું જોઈએ.) માર્ગની શૈલી. તેનું સ્વરૂપ. જીવનનું ગાળવું. તેને સમજાવવા. ઉદ્યોત. (એ વિચારણા.) ૯૧ મુંબઈ, કારતક, ૧૯૪૬ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે ! જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિર્તિગિચ્છા, મુદ્ઘદૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે. ** ૯૨ મુંબઈ, કારતક, ૧૯૪૬ સર્વ દર્શનથી ઊઁચ ગતિ છે. પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છેઃ- નિશ્ચય, નિર્ગુથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું. સમીપમાં સદૈવકાળ રહેવું. કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy