SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર યુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું- સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવો, તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહકર્મને વશે હું ઉપભોગ લેવાય છે. ત્યાં યોગની જ સ્મૃતિ રાખી, 'આ છે તો હું કેવું સુખ અનુભવું છું ?' એ ભૂલી જવું. (તાત્પર્ય - તે માનવું અસત્ છે.) મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવા(વિ0)નો સખેદ ઉપભોગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારચેષ્ટાનો કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન પર જ રાખવો. તેનાથી કંઈ સંતાનોત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું. પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ (આ) પાછો તેમાં કાં ભૂલી જાય છે - મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે ! ઇચ્છવું એમ કે બન્નેના તે સંયોગથી કંઈ હર્ષશોક કે બાળબચ્ચાંરૂપ ફળની ઉત્પત્તિ ન થાઓ. એ ચિત્ર મને સંભારવા ન દો. નહીં તો એક માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ (જડ પદાર્થનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં. (૨) સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું. ૭૯ જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દૃષ્ટિભેદ છે. ભિન્ન ભિન્ન મત દેખીએ. ભેદ દૃષ્ટિનો એહ- એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, સ્વભાવની સિદ્ધિ કરે, આત્મધર્મ છે મૂળ; ધર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા. કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મો તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય: પરમ પુરુષ તેને કો, સરળ દૃષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા, - ૬ વિ.સં. ૧૯૪૫ Audio
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy