SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અસુગમતાથી લેખ દોષિત થયો છે, પણ કેટલીક નિરુપાયતા હતી. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. ૬૫ વિત ધર્મજીવનના ઇક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ. મોરબી, જેઠ સુદ ૧૦, સોમ, ૧૯૪૫ તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તોપણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તો એક પુણ્ય સમજી આવવું જોઈએ. અને જ્ઞાનીદૃષ્ટ હશે તો હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે. ૬૬ અમદાવાદ, જયેષ્ઠ વદ ૧૨. મોમ, ૧૯૪૫ આપને મેં વવાણિયા બંદરથી પુનર્જન્મ સંબંધી પરોક્ષજ્ઞાનની અપેક્ષાએ એકાદ બે વિચારો દર્શાવ્યા હતા; અને એ વિષે અવકાશ લઈ કેટલુંક દર્શાવી પછી પ્રત્યક્ષ અનુભવગમ્ય જ્ઞાનથી તે વિષયનો નિશ્ચય મારા સમજવામાં જે કંઈ આવ્યો છે તે દર્શાવવાની ઇચ્છા રાખી છે. એ પત્ર જયેષ્ઠ સુદ ૫ મેં આપને મળેલું હોવું જોઈએ. અવકાશ પ્રાપ્ત કરી કંઈ ઉત્તર ઘટે તો ઉત્તર, નહીં તો પહોંચ માત્ર આપી પ્રશમ આપશો, એ વિજ્ઞાપના છે. નિગ્રંથનાં બોધેલાં શાસ્ત્રના શોધ માટે અહીં સાતેક દિવસ થયાં મારું આવવું થયું છે. ધર્મોપજીવનના ઇચ્છક ૬૭ રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ. વઢવાણકેમ્પ, અષાડ સુદ ૮, શનિ, ૧૯૪૫ આત્માનું કલ્યાણ સંશોધવા માટે જે તમારી અભિલાષાઓ દેખાય છે તે, મને પ્રસન્નતા આપે છે. ધર્મપ્રશસ્તધ્યાન કરવા માટે વિજ્ઞાપન કરી અત્યારે આ પત્ર પૂર્ણ કરું છું. ܀܀܀܀܀ રાયચંદ બજાણા-કાઠિયાવાડ, અષાડ સુદ ૧૫, શુક્ર, ૧૯૪૫ ૬૮ અષાડ સુદ ૭ નું લખેલું આપનું પત્ર મને વઢવાણકૅમ્પ મળ્યું. ત્યાર પછી મારું અહીં આવવું થયું; એથી પહોંચ લખવામાં વિલંબ થયો. પુનર્જન્મના મારા વિચારો આપને અનુકૂળ થવાથી મને એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું. આપે અંતઃકરણીય - આત્મભાવજન્ય - અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પુરુષો રાખતા આવ્યા છે; તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે; અને તે દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતોને પ્રદર્શિત કર્યા છે; જેને આપ જેવા સત્પાત્ર મનુષ્યો નિરંતર સેવે છે; અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમૌષધ છે. સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઈએ. લઉં છું. પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય, તેમ જ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી પ્રસંગાનુકૂળ દર્શાવવાની આજ્ઞા
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy