SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મું ૧૮૭ ૧૩. સંયમની રક્ષા અર્થે રાખવાં પડે છે તેને પરિગ્રહ ન કહેવો. એમ છકાયના રક્ષપાળ જ્ઞાતપુત્રે કહ્યું છે; પણ મૂર્છાને પરિગ્રહ કહેવો, એમ પૂર્વમહર્ષિઓ કહે છે. ૧૪. તત્ત્વજ્ઞાનને પામેલાં મનુષ્યો છકાયના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. (આ દેહ મારો નથી, એ ઉપયોગમાં જ રહે.) ૧૫. આશ્ચર્ય ! - નિરંતર તપશ્ચર્યા, જેને સર્વ સર્વજ્ઞે વખાણ્યો એવા સંયમને અવિરોધક ઉપજીવનરૂપ એક વખતનો આહાર લેવો. ૧૬. ત્રસ અને સ્થાવર જીવો, - સ્થૂલ તેમ સૂક્ષ્મ જાતિના - રાત્રિએ દેખાતા નથી માટે, તે વેળા આહાર કેમ કરે ? ૧૭. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે, દિનને વિષે નિષેધ્યું છે; તો રાત્રિએ તો ભિશાએ ક્યાંથી જઈ શકે ? ૧૮. એ હિંસાદિક દોષો દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેશ્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિર્ગુથો ભોગવે નહીં. ૧૯, પૃથ્વીકાયની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ કરે નહીં; કરાવે નહીં, કરતાં અનુમોદન આપે નહીં. હણાય.- ૨૦, પૃથ્વીકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં વિવિધ ત્રસ પ્રાણીઓ ૧. તે માટે, એમ જાણીને, દુર્ગતિને વધારનાર એ પૃથ્વીકાયના સમારંભરૂપ દોષને આયુષ્યપર્યંત ત્યાગવો. રર. જળકાયની મન, વચન અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદન આપે નહીં. ૨૩. જળકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચસુગમ્ય એવાં ત્રસ જાતિનાં વિવિધ પ્રાણીઓની હિંસા થાય.- ૨૪ તે માટે, એવું જાણીને, જળકાયનો સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે તેથી, આયુષ્યપર્યંત ત્યાગવો. ૨૫. મુનિ અગ્નિકાયને ઇચ્છે નહીં; સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. ૨૬. પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્તર-એ સર્વ દિશામાં રહેલા જીવોને અગ્નિ ભસ્મ કરે છે. ર૭. પ્રાણીનો ઘાત કરવામાં અગ્નિ એવો છે, એમ સંદેહરહિત માને, અને એમ છે તેથી, દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં. ૮. તે કારણથી દુર્ગતિદોષને વધારનાર એવો અગ્નિકાયનો સમારંભ મુનિ આયુષ્યપર્યત કરે નહીં. ૬૧ (દશવૈકાલિકસૂત્ર, અધ્યયન ૬, ગાથા ૯ થી ૩૬) સત્પુરુષોને નમસ્કાર વવાણિયા, વૈશાખ સુદ ૬, સોમ, ૧૯૪૫ આપનાં દર્શન મને અહીં લગભગ સવા માસ પહેલાં થયાં હતાં. ધર્મસંબંધી કેટલીક મુખચર્ચા થઇ હતી. આપને સ્મૃતિમાં હશે એમ ગણી, એ ચર્ચાસંબંધી કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતો નથી. ધર્મસંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈક મારી વિશેષ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy