SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ન બાધે http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મું ૬૦ (૧) સંયતિ ધર્મ ૧૮૫ વૈશાખ, ૧૯૪૫ ૧. અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય, (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ર. અયત્નાથી ઊભા રહેતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૪. અયત્નાથી શયન રહેતાં પ્રાણભુતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૫. અયત્નાથી આહાર લેતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૬. અયત્નાથી બોલતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૭. કેમ ચાલે ? કેમ ઊભો રહે જ કેમ બેસે ? કેમ શયન કરે ? કેમ આહાર લે ? કેમ બોલે ? તો પાપકર્મ ૮. યાથી ચાલે; યત્નાથી ઊભો રહે, યત્નાથી બેસે, યત્નાથી શયન કરે; યત્નાથી આહાર લે; યત્નાથી બોલે; તો પાપકર્મ ન બાંધે. ૯. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે; મન વચન કાયાથી સમ્યક્ પ્રકારે સર્વ જીવને જુએ, આસવ નિરોધથી આત્માને દમે; તો પાપકર્મ ન બાંધે. ૧૦. પ્રથમ જ્ઞાન અને પછી દયા (એમ અનુભવ કરીને) સર્વ સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં) શું કરે, કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી છે. ૧૧. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ; બન્નેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય, તે સમાચરવું જોઈએ. ૧૨. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી; અજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતો નથી, કે તે બન્નેનાં તત્ત્વને જાણતો નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે ? જાણે ૧૩. જે ચૈતન્યનું સ્વરૂપ જાણે; જે જડનું સ્વરૂપ જાણે; તેમજ તે બન્નેનું સ્વરૂપ જાણે; તે સાધુ સંયમનું સ્વરૂપ ૧૪. જ્યારે જીવ અને અજીવ એ બન્નેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ-આગતિને જાણે. ૧૫. જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ-આગતિને જાણે, ત્યારે જ પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે. ૧૬. જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે ત્યારે, મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઇચ્છાથી નિવૃત્ત થાય. ૧૭. જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર સંયોગનો ત્યાગ કરી શકે, ૧૮. જ્યારે બાહ્યાજ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય-ભાવ મુંડ થઈને મુનિની દીક્ષા લે. ૧૯. જ્યારે મુડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે; અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy