SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org સુજ્ઞ, વર્ષ ૨ મું ૪૩ જિનાય નમઃ ૧૭૭ મુંબઈ, માર્ગશીર્ષ દિ ૭, ભૌમ, ૧૯૪૫ આપનો પત્ર સુરતથી લખેલો મને આજ રોજ સવારના અગિયારે મલ્યો. તેમાંની વિગતથી એક પ્રકારે શોચ થયો, કારણ આપને નિષ્ફળ ફેરો થયો. જોકે મેં આગળથી હું સુરત થોડું રોકાવાનો છું, એમ દર્શાવવાને એક પત્તું લખ્યું હતું. તે આપને વખતસર હું કહ્યું છું કે નહીં મળ્યું હોય. હશે - હવે આપણે થોડા વખતમાં દેશમાં મલી શકીશું. અહીં હું કંઈ બહુ વખત રોકાવાનો નથી. આપ ધીરજ ધરશો, અને શોચને ત્યાગશો, એમ વિનંતી છે. મળવા પછી હું એમ ઇચ્છું છું કે, આપને પ્રાપ્ત થયેલો નાના પ્રકારનો ખેદ જાઓ ! અને તેમ થશે. આપ દિલગીર ન થાઓ. કરો. સાથેનો ચિંત ની વિનંતીરૂપ પત્ર મેં વાંચ્યો હતો. તેઓને પણ ધીરજ આપો. બન્ને ભાઈઓ ધર્મમાં પ્રવર્તન મારા ભણી મોહદશા નહીં રાખો. હું તો એક અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સત્પુરુષો ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો. તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરો એ મારી નિરંતર પ્રાર્થના છે. બન્ને સાથે મલી આ પત્ર વાંચશો. ઉતાવળ હોવાથી આટલેથી અટકું છું. સુજ્ઞ, વિશેષ વિદિત થયું હશે. લિ૦ રાયચંદના પ્રણામ વાંચશો. ૪૪ મુંબઈ, માગશર વદ ૧૨, શનિ, ૧૯૪૫ ગશર હું અહીં સમયાનુસાર આનંદમાં છું. આપનો આત્માનંદ ચાહું છું. ચિંત જૂઠાભાઈની આરોગ્યતા સુધરવા પૂર્ણ ધીરજ આપશો. હું પણ હવે અહીં થોડો વખત રહેવાનો છું. એક મોટી વિજ્ઞપ્તિ છે, કે પત્રમાં હમેશાં શોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશો. વિશેષ હવે પછી. ܀܀ ૪૫ રાયચંદના પ્રણામ. મુંબઈ, માગશર વદ ૦)), ૧૯૪૫ સુજ્ઞ, જૂઠાભાઈની સ્થિતિ વિદિત થઈ. હું નિરુપાય છું. જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો, પણ મને પોતાને, તમ સઘળાને એ રસ્તે આધીન ન કરો. પ્રણામ લખું તેની પણ ચિંતા ન કરો. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાને નથી. વિલ રાયચંદના પ્રણામ. ܀܀܀ ૪૬ માગશર, ૧૯૪૫ તમારો પ્રશસ્તભાવભૂષિત પત્ર મળ્યો. ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાઢેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો, મારા પર પ્રશસ્તભાવ આછો એવું હું પાત્ર નથી, છતાં જો તમને એમ આત્મશાંતિ થતી હોય તો કરો.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy