SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એવા પણ અનંત કાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્યપણું હતું, તેમ જડવાદ માટે પણ હતું. તત્ત્વજ્ઞાનીઓ એ માટે કંઈ વિચારમાં પડી જતા નથી, કારણ જગતની એવી જ સ્થિતિ છે, ત્યાં વિકલ્પથી આત્માને દુખવવો કાં ? પણ સર્વ વાસનાનો ત્યાગ કર્યા પછી જે વસ્તુનો અનુભવ થયો, તે વસ્તુ શું, અર્થાત્ પોતે અને બીજું શું ? કે પોતે તે પોતે, એ વાતનો નિર્ણય લીધો. ત્યાર પછી તો ભેદવૃત્તિ રહી નહીં, એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સમ્મતિ રહી કે મોહાધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. વળી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં- ܀܀܀܀܀ વર્તમાન સૈકામાં અને વળી તેનાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું, ઘણો જ સમીપનો વખત હોવાથી જેમને તેમનાં દર્શન થયેલા, સમાગમ થયેલો, અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલો તેમાંનાં કેટલાંક પ્રતીતિવાળાં મનુષ્યોથી તેમને માટે જાણી શકાયું છે, તેમ હજુ પણ તેવાં મનુષ્યોથી જાણી શકાય તેવું છે. જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી ક્રમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમનિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને લાગ્યું, જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બન્ને સમ છે, આમ તત્ત્વજ્ઞાનીઓની માન્યતા છે. જેને અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલો મુનિ એમ નિર્ગુથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એકમાત્ર તેમના વચનનો મારા અનુભવજ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા. વળી યમનિયમનું પાલન ગૌણતાએ તે દશામાં આવી જાય છે. એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા વિષે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. એવી જ દશામાં જો તેઓ રહ્યા હોત તો ઘણાં મનુષ્યો તેમના મુનિપણાનીં સ્થિતિશિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધીષ્ટ છાપ ન પડત. આવો હાર્દિક નિર્ણય હોવાથી તેઓએ એ દશા સ્વીકારી.- ܀܀܀܀܀ णमो जहट्ठिय वत्थुवाईणं રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈસ ચિદાનંદ નાકું નમત, વિનય સહિત નિજ શીસ....... રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેનો નાશ પામ્યો છે. પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પોતાનું મસ્તક નમાવી વિનય સતિ નમસ્કાર કરે છે. રૂપાતીત- એ શબ્દથી પરમાત્મ-દશા રૂપ રહિત છે, એમ સૂચવ્યું. વ્યીનમલ- એ શબ્દથી કર્મનો નાશ થવાથી તે દશા પ્રાપ્ત થાય છે, એમ સૂચવ્યું. પૂર્ણાનંદી ઈસ- એ શબ્દથી તે દશાના સુખનું વર્ણન કહ્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે, તેનું સ્વામિત્વ એમ સૂચવ્યું, રૂપરહિત તો આકાશ પણ છે, એથી કર્મમલ જવાથી આત્મા જરૂપ સિદ્ધ થાય, એ આશંકા જવા કહ્યું કે તે દશામાં આત્મા પૂર્ણાનંદનો ઇશ્વર છે, અને એવું તેનું રૂપાતીતપણું છે. ચિદાનંદ તાકું નમત- એ શબ્દો વડે પોતાની તે પર નામ લઈને અનન્ય પ્રીતિ દર્શાવી.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy