SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૬૯૭ સઘળા કરતાં ધર્મવર્ગ પ્રિય માનીશ. ૬૯૮ તારો ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. ૬૯૯ ૭૦૦ ܀܀܀܀ ૧૫૫ ૨૦ એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની, હે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે, કારણ ‘શિખાઉ’ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા જ' શબ્દનો ઉપયોગ કરે છે, તેમ, તમે પણ 'જ' એટલે 'નિશ્ચયતા', 'શિખાઉં" જ્ઞાન વડે કહો છો, મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં; એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે !!! ૧ વચનામૃત ૧ આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુ:ખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. ૨. એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો. ૩ કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. ૪ જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો, ૫ કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. ૬ એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે; એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. ૭ યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ૮ આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો નહીં. હું તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાત્તાપ કરે. ૧૦ હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. ૧૧ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. ૧૨ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ. ૧૩ સ્ત્રીજાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. ૧૪ પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. ૧૫ મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. ૧૬ વચનસપ્તશતી' પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. ૧. સાતસો મહાનીતિ, જુઓ અંક ૧૯
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy