SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર - પંડિત લાલાજી મુંબઈ નિવાસીનાં અવધાનો સંબંધી આપે બહુયે વાંચ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે. આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે; અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે. તે બાવન અવધાનઃ- ૧. ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું ૧ ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું ૧ 3. એક જણ સાથે શેતરંજે રમ્યા જવું ૧ ૪. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું ૧ ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી ૧ ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી ८ ૮. સોળ નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં અને વિષયો પણ માગેલા - રચતા જવું ૧૬ ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લૅટિન, ઉર્દૂ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદી સોળ ભાષાના ચારસે શબ્દો અનુક્રમ વિહીનના કર્તા કર્મ સહિત પાછા અનુક્રમ ૧૬ ૧ ૨ સરિત કરી આપવા. વચ્ચે બીજાં કામ પણ કર્યે જવાં ૧૦. વિદ્યાર્થીને સમજાવવો ૧૧. કેટલાક અલંકારના વિચાર આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે. પર આ બાવન કામ એક વખતે મનશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે ? ટૂંકો હિસાબ ગણીએ તોપણ બાવન લોક તો એક કલાકમાં યાદ રહ્યા કે નહીં ? સોળ નવા, આઠ સમસ્યા, સોળ જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને બાર બીજાં કામ મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે ૫૦૦ લોકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ. 3- તેર મહિના થયાં દેોપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાી મૂક્યા જેવી જ થઈ ગઈ છે. (બાવન જેવાં સો અવધાન તો હજુ પણ થઈ શકે છે) નહીં તો આપ ગમે તે ભાષાના સો લોકો એક વખત બોલી જાઓ તો તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી બોલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનોને માટે ‘સરસ્વતીનો અવતાર' એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપનો પ્રશ્ન આવો છે કે “એક કલાકમાં સો લોક સ્મરણભૂત રહી શકે ?" ત્યારે તેનો માર્મિક ખુલાસો ઉપરના વિષયો કરશે, એમ જાણી અહીં
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy