SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૧૩૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્ર- પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાતને પણ દૃષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી શકે નહીં; પણ સત્ય કેમ કહેવાય ? ઉ- પણ આને કંઈ મૃષા કથવાનું પ્રયોજન નહોતું, અને પળભર એમ માનો કે, એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તો પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યો ? નામબોળક પુત્રને જન્મ આપવા શું પ્રયોજન હતું ? તેમ વળી એ સત્પુરુષો સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હોત તો એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહોતી. શિક્ષાપાઠ ૧૦૭. જિનેશ્વરની વાણી (મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧ શિક્ષાપાઠ ૧૦૮, પૂર્ણમાલિકા મંગલ (ઉપજાતિ) તપોપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સૌમ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. ૧ નિગ્રંથ જ્ઞાના ગુરુ સિદ્ધિ દાતા, કાં તો સ્વયં શુક્ર પપૂર્ણ ખ્યાતી; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે, ૨ Audio Audio
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy