SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્ર- ગુણસ્થાનક કેટલાં ? ઉ- ચૌદ. પ્ર- તેનાં નામ કહો. Go- ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક ૨. સાસ્વાદન ગુણસ્થાનક ૩. મિત્રગુણસ્થાનક http://www.ShrimadRajchandra.org ૪. અવિરતિસમ્યકૃર્દષ્ટિ ગુણસ્થાનક ૫. દેશવિરતિ ગુણસ્થાનક ૬. પ્રમત્તસંયત ગુણસ્થાનક ૭. અપ્રમત્તસંયત ગુણસ્થાનક શ્રીમદ્ રાજચંદ્ર ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક ૯. અનિવૃત્તિબાદર ગુણસ્થાનક ૧૦. સૂક્ષ્મમાંપરાય ગુણસ્થાનક ૧૧. ઉપશાંતમોહ ગુણસ્થાનક ૧૨. ક્ષીણમોહ ગુણસ્થાનક ૧૩. સયોગીકેવળી ગુણસ્થાનક ૧૪. અયોગીકેવળી ગુણસ્થાનક શિક્ષાપાઠ ૧૦૪. વિવિધ પ્રશ્નો-ભાગ ૩ પૂર્વ- કેવલી અને તીર્થંકર એ બન્નેમાં ફેર શો ? ઉ- કેવલી અને તીર્થંકર શક્તિમાં સમાન છે; પરંતુ તીર્થંકરે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપાજર્યું છે; તેથી વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. પ્ર- તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે ? એ તો નીરાગી છે. ઉ- તીર્થંકરનામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેદવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. પ્ર- હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે ? ઉ- શ્રમણ ભગવાન મહાવીરનું, પ્ર- મહાવીર પહેલાં જૈનદર્શન હતું ? ઉ- હા. પ્ર- તે કોણે ઉત્પન્ન કર્યું હતું ? ઉ- તે પહેલાંના તીર્થંકરોએ. પ્ર- તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે ? ઉ- તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી; પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી. પ્ર- એઓનો મુખ્ય ઉપદેશ શો છે ? ૐ- આત્માને તારો; આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો; એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. પ્રઃ- એ માટે તેઓએ કયાં સાધનો દર્શાવ્યાં છે? ઉ- વ્યવહારનયથી સદૈવ, સધર્મ અને સતગુરુનું સ્વરૂપ જાણવું; સદેવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચરવો અને નિગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. પ્રઃ- ત્રિવિધ ધર્મ કર્યો ? ઉ- સમ્યગજ્ઞાનરૂપ, સમ્યગદર્શનરૂપ અને સમ્યક્રચારિત્રરૂપ,
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy