SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૩. જો સાધન છે તો તેને અનુકૂળ દેશ, કાળ છે ? એ ત્રીજા ભેદનો વિચાર કરીએ. ભારત, મહાવિદેહ ઈ કર્મભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશભાવે અનુકૂળ છે. જિજ્ઞાસુ ભવ્ય ! તમે સઘળા આ કાળે ભારતમાં છો; માટે ભારતદેશ અનુકૂળ છે. કાળભાવ પ્રમાણે મતિ અને શ્રુત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે; કારણ આ દુષમ પંચમકાળમાં પરંપરાનાયથી પરમાધિ, મન:પર્યવ અને કેવળ એ પવિત્ર જ્ઞાન જોવામાં આવતાં નથી એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. ૪. દેશકાળાદિ જ અનુકૂળ છે તો ક્યાં સુધી છે ? એનો ઉત્તર કે શેષ રહેલું સૈદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્યમતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું તેમાંથી અહીં સસ્ર ગયાં, બાકી સાડા અઢાર હજાર વર્ષ રહ્યાં; એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશકાળ તે લઈને અનુકૂળ છે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૭૯. જ્ઞાન સંબંધી બે બોલ-ભાગ ૩ હવે વિશેષ વિચાર કરીએ, ૧. આવશ્યકતા શી છે ? એ મહદ્ વિચારનું આવર્તન પુનઃ વિશેષતાથી કરીએ. મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણિએ ચઢવું એ છે. જેથી અનંત દુઃખનો નાશ થાય, દુઃખના નાશથી આત્માનું શ્રેયિક સુખ છે; અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે, પણ જે સ્વસ્વરૂપિક સુખ છે તે. દેશ, કાળ, ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઇ૦ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. સમ્યકભાવ સહિત ઉચ્ચગતિ, ત્યાંથી મહાવિદેહમાં માનવદેહે જન્મ, ત્યાં સમ્યકભાવની પુનઃ ઉન્નતિ, તત્ત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ કેવળ સર્વ દુઃખનો અભાવ એટલે અખંડ, અનુપમ અનંત શાશ્વત પવિત્ર મોક્ષની પ્રાપ્તિ; એ સઘળાં માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. ર. જ્ઞાનના ભેદ કેટલા છે એનો વિચાર કરું છું. એ જ્ઞાનના ભેદ અનંત છે; પણ સામાન્યદૃષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેદ કહ્યા છે. તે જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રુત, તૃતીય અવધિ, ચતુર્થ મનઃપર્યવ અને પાંચમું સંપૂર્ણ સ્વરૂપ કેવળ. એના પાછા પ્રતિભેદ છે. તેની વળી અતીદ્રિય સ્વરૂપે અનંત ભંગજાળ છે. ૩. શું જાણવારૂપ છે ? એનો હવે વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ જાણવું તેનું નામ જ્યારે જ્ઞાન, ત્યારે વસ્તુઓ તો અનંત છે, એને કંઈ પંક્તિથી જાણવી ? સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે સત્પુરુષ, તે અનંત વસ્તુનું સ્વરૂપ સર્વ ભેદે કરી જાણે છે અને દેખે છે; પરંતુ તેઓ એ સર્વજ્ઞશ્રેણિને પામ્યા તે કઈ કઈ વસ્તુને જાણવાથી ? અનંત શ્રેણિઓ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતાં જાણતાં તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ ? એ શંકાનું સમાધાન હવે કરીએ. જે અનંત વસ્તુઓ માની તે અનંત ભંગે કરીને છે. પરંતુ મુખ્ય વસ્તુત્વ સ્વરૂપે તેની બે શ્રેણિઓ છે : જીવ અને અજીવ. વિશેષ વસ્તુત્વ સ્વરૂપે નવતત્ત્વ, કિંવા પદ્રવ્યની શ્રેણિઓ જાણવારૂપ થઈ પડે છે, જે પંક્તિએ ચઢતાં ચઢતાં સર્વ ભાવે જણાઈ લોકાલોકસ્વરૂપ હસ્તામલકવત્ જાણી દેખી શકાય છે. એટલા માટે થઈને જાણવારૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે. એ જાણવારૂપ મુખ્ય બે શ્રેણિઓ કહેવાઈ. શિક્ષાપાઠ ૮૦. જ્ઞાન સંબંધી બે બોલ-ભાગ ૪ ૪. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જીવ એ ચૈતન્ય લક્ષણે એકરૂપ છે. દેહસ્વરૂપે અને દ્રવ્યસ્વરૂપે અનંતાનંત છે. દેહસ્વરૂપે તેના ઇંદ્રિયાદિક જાણવારૂપ છે. તેની ગતિ, વિગતિ ઇત્યાદિક
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy