SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સત્ય- એ તો સ્થૂળબુદ્ધિનો જ પ્રશ્ન છે. નાહવાથી અસંખ્યાતા જંતુનો વિનાશ, કામાગ્નિની પ્રર્દીપ્તતા, વ્રતનો ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહામલિન થાય છે. પ્રથમ એનો વિચાર કરવો જોઈએ. શરીરની, જીવહિંસાયુક્ત જે મલિનતા છે તે અશુચિ છે. અન્ય મલિનતાથી તો આત્માની ઉજ્જવળતા થાય છે, એ તત્ત્વવિચારે સમજવાનું છે; નાહવાથી વ્રતભંગ થઈ આત્મા મલિન થાય છે; અને આત્માની મલિનતા એ જ અશુચિ છે. જિજ્ઞાસુ- મને તમે બહુ સુંદર કારણ બતાવ્યું. સૂક્ષ્મ વિચાર કરતાં જિનેશ્વરનાં કથનથી બોધ અને અત્યાનંદ પ્રાપ્ત થાય છે. વારુ, ગૃહસ્થાશ્રમીઓને જાવહિંસા કે સંસાર કર્તવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં ? સત્ય- સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જૈન જેવું એક્કે પવિત્ર દર્શન નથી; અને તે અપવિત્રતાનો બોધ કરતું નથી. પરંતુ શૌચાૌચનું સ્વરૂપ સમજવું જોઈએ. શિક્ષાપાઠ ૫૫. સામાન્ય નિત્યનિયમ પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું, પાપવ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું, કરવું. કરવી. પ્રતિક્રમણ કર્યાં પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયી કરીને મનને ઉજ્જવલ માતાપિતાનો વિનય કરી, આત્મહિતનો લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પોતે ભોજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતાં યથોચિત પ્રવૃત્તિ આહાર, વિહારનો નિયમિત વખત રાખવો તેમજ સતશાસ્ત્રના અભ્યાસનો અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો, સાયંકાળે સંધ્યાવશ્યક ઉપયોગપૂર્વક કરવું. ચોવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી. સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશવ્રતદોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું. આ સામાન્ય નિયમો બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૫૬. ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંતસંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હૈ પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું,
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy