SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૮૭ સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લોગસ્સથી વધારે લોગસ્સનો કાયોત્સર્ગ કરી ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. વૈરાગ્યનાં ઉત્તમ કાવ્યો બોલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું. નૂતન અભ્યાસ થાય તો કરવો. કોઈને શાસ્ત્રાધારથી બોધ આપવો; એમ સામાયિકીકાળ વ્યતીત કરવો. મુનિરાજનો જો સમાગમ હોય તો આગમવાણી સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય ન હોય તો વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્યબોધક કથન શ્રવણ કરવું; કિવા કંઈ અભ્યાસ કરવો. એ સઘળી યોગવાઈ ન હોય તો કેટલોક ભાગ લક્ષપૂર્વક કાયોત્સર્ગમાં રોકવો; અને કેટલોક ભાગ મહાપુરુષોનાં ચરિત્રકથામાં ઉપયોગપૂર્વક રોકવો. પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરવો. કંઈ સાહિત્ય ન હોય તો પંચપરમેષ્ઠીમંત્રનો જાપ જ ઉત્સાહપૂર્વક કરવો, પણ વ્યર્થ કાળ કાઢી નાખવો નહીં. ધીરજથી, શાંતિથી અને યજ્ઞાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધારવો. સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તો સદ્ભાવથી કરવું. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૪૦, પ્રતિક્રમણ વિચાર પ્રતિક્રમણ એટલે સામું જવું - સ્મરણ કરી જવું - ફરીથી જોઈ જવું - એમ એનો અર્થ થઈ શકે છે, જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરવો કે દોષનું સ્મરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે.’ 20 ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકો સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુક્રમે થયેલા દોષનો પશ્ચાત્તાપ કે ક્ષમાપના ઇચ્છે છે, એનું નામ અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું; કારણ આત્મા મન, વચન અને કાયાના યોગથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. પ્રતિક્રમણસૂત્રમાં એનું દોહન કરેલું છે; જેથી દિવસરાત્રિમાં થયેલા પાપનો પશ્ચાત્તાપ તે વડે થઈ શકે છે. શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકભય અને અનુકંપા છૂટે છે; આત્મા કોમળ થાય છે. ત્યાગવા યોગ્ય વસ્તુનો વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈ જે જે દોષ વિસ્મરણ થયા હોય તેનો પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે. એનું "આવશ્યક' એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા યોગ્ય જ છે. સાયંકાળે જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું નામ દેવસીય પડિક્કમણું એટલે દિવસસંબંધી પાપનો પશ્ચાત્તાપ; અને રાત્રિના પાછલા ભાગમાં જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે રાઈ પડિક્કમનું કહેવાય છે. દેવસીય અને રાઈ એ પ્રાકૃત ભાષાના શબ્દો છે. પખવાડિયે કરવાનું પ્રતિક્રમણ તે પાક્ષિક અને સંવત્સરે કરવાનું તે સાંવત્સરિક કહેવાય છે. સત્પુરુષોએ યોજનાથી બાંધેલો એ સુંદર નિયમ છે. કેટલાક સામાન્ય બુદ્ધિમાનો એમ કહે છે કે દિવસ અને રાત્રિનું સવારે પ્રાયશ્ચિત્તરૂપ દ્વિત આ૦ પાઠા૦-૧. ‘ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય, તે વખતની અગાઉ અથવા તે દિવસે જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ.”
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy