SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૮૪ શ્રીમદ્ રાજચંદ્ર અર્હત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓનો અકેકો પ્રથમ અક્ષર લેતાં ‘અસિઆઉસા' એવું મહદ્ભૂત વાક્ય નીકળે છે. જેનું ૐ એવું યોગબિંદુનું સ્વરૂપ થાય છે; માટે આપણે એ મંત્રનો અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરવો. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૩૬. અનાનુપૂર્વી ૧ ૨ | ૩ ૪ ૫ ૨ ૧ 3 ४ ૫ ૧ 3 ૨ ૪ ૫ 3 ૧ ૨ ૪ ૫ ૨ 3 ૧ ૪ ૫ 3 ૨ ૧ ૪ ૫ પિતા-આવી જાતનાં કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે તેં જોયું છે ? પુત્ર- હા, પિતાજી. પિતા- એમાં આડાઅવળાં અંક મૂક્યા છે, તેનું કાંઈ પણ કારણ તારા સમજવામાં છે ? પુત્ર- નહીં પિતાજી. મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહો. પિતા- પુત્ર ! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે; અને તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી; પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યાં છે. મનની એકાગ્રતાથી મહા યોગની શ્રેણિએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ એ એક કોષ્ટકાવલી કરી છે. પંચપરમેષ્ઠીમંત્રના પાંચ અંક એમાં પહેલા મૂક્યા છે; અને પછી લોમવિલોમસ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યાં છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિર્જરા કરી શકે. પુત્ર- પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે ? પિતા- લોમવિલોમ હોય તો તે ગોઠવતાં જવું પડે અને નામ સંભારતાં જવું પડે. પાંચનો અંક મુક્યા પછી બેનો આંકડો આવે કે 'નમો લોએ સવ્વસાહૂણં' પછી - 'નમો અરિહંતાણ' એ વાક્ય મૂકીને 'નમો સિદ્ધાણં” એ વાક્ય સંભારવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષની દૃઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમબંધ હોય તો તેમ થઈ શકતું નથી; કારણ વિચાર કરવો પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠીમંત્રમાંથી નીકળીને સંસારતંત્રની ખટપટમાં જઈ પડે છે; અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી સત્પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે; તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. ܀܀܀܀ શિક્ષાપાઠ ૩૭. સામાયિકવિચાર-ભાગ ૧ આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યગજ્ઞાનદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ આય ઇક એ શબ્દોથી થાય છે; 'સમ' એટલે
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy