SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર બોલ્યા હતા કે હમણાં માંસ સસ્તું મળે છે; તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતો; ત્યારે સઘળાએ મને બહુ દ્રવ્ય આપ્યું; પરંતુ કાળજાનું સવા પૈસાભાર માંસ ન આપ્યું. ત્યારે એ માંસ સસ્તું કે મોંઘું ? બધા સામંતો સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા; કોઈથી કંઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું, આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણા શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેનો પણ જીવ તેને વહાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ તેમ તે બિચારાં પામર પ્રાણીઓને પણ હોવું જોઈએ. આપણે સમજણવાળાં, બોલતાંચાલનાં પ્રાણી છીએ, તે બિચારાં અવાચક અને અણસમજણવાળાં છે. તેમને મતરૂપ દુઃખ આપીએ તે કેવું પાપનું પ્રબળ કારણ છે ? આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે, સર્વ પ્રાણીને પોતાનો જીવ વહાલો છે; અને સર્વ જીવની રક્ષા કરવી એ જેવો એક્કે ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શ્રેણિક મહારાજા સંતોષાયા, સઘળા સામંતો પણ બોધ પામ્યા. તેઓએ તે દિવસથી માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી, કારણ એક તો તે અભક્ષ્ય છે, અને કોઈ જીવ હણાયા વિના તે આવતું નથી એ મોટો અધર્મ છે. માટે અભય પ્રધાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ આપ્યું; જે આત્માના પરમ સુખનું કારણ છે. શિક્ષાપાઠ ૩૧. પ્રત્યાખ્યાન 'Short | 'પચ્ચખાણ' નામનો શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યો છે. એનો મૂળ શબ્દ 'પ્રત્યાખ્યાન' છે; અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભોગવો તોપણ તેથી સંવરપણું નથી, કારણ કે તત્ત્વરૂપે કરીને ઇચ્છાનું રૂંધન કર્યું નથી. રાત્રે આપણે ભોજન ન કરતા હોઈએ; પરંતુ તેનો જો પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય તો તે ફળ ન આપે; કારણ આપણી ઇચ્છા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે તેમ ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણા વિચાર છૂટથી જાય છે; તે કર્મબંધનનું કારણ છે; અને જો પ્રત્યાખ્યાન હોય તો પછી એ ભણી દૃષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાનો મધ્ય ભાગ આપણાથી જોઈ શકાતો નથી માટે એ ભણી આપણે દૃષ્ટિ પણ કરતા નથી; તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભોગવાય તેમ નથી એટલે એ ભણી આપણું લક્ષ સ્વાભાવિક જતું નથી; એ કર્મ આવવાને આડો કોટ થઈ પડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કોઈ દોષ આવી જાય તો તેનાં પ્રાયશ્ચિત નિવારણ પણ મહાત્માઓએ કહ્યાં છે. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે; તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણો લક્ષ રહે છે, બાકી બધી વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે; જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જો લગામમાં આવી જાય છે, તો પછી ગમે તેવો પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઈ જવાય છે; તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે; અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનનો આનંદ શરીરને પણ નીરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રીઆદિક નિયમ કર્યાર્થી પણ શરીર નીરોગી રહી શકે છે. માદક પર્દાથો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે; એથી તે વિમળ થાય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy