SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૬૯ અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે; કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે ? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે. આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ” એ તો કર્મમહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણા પુરુષો દાન દે છે. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. ૧ ‘એક સ્ત્રીથી કરીને તેમાં' માત્ર વૃત્તિ રોકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુએ છે. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસારભાર આપી પોતે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજાપ્રજા બન્નેનું હિત કરી ધર્મનીતિનો પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચોક્કસ નથી. મરણભય માથે રહ્યો છે. ધારણા ધરી રહે છે. યોજેલી યોજના કે વિવેક વખતે હ્રદયમાંથી જતો રહે એવી સંસારમોહિની છે; એથી આપણે એમ નિસંશય સમજવું કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મમહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે ! શિક્ષાપાઠ ૧૭. બાહુબળ બાહુબળ એટલે પોતાની ભુજાનું બળ એમ અહીં અર્થ કરવાનો નથી; કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અદ્ભુત ચરિત્ર છે. ઋષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના પોતાના બે પુત્રોને રાજ્ય સોંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચક્રવર્તી થયો. આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પોતાની આમ્નાય બેસાડી અને છ ખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ બન્નેમાંથી એ હઠ્યા નહીં, ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂક્યું. એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે. એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોધ આવ્યો. તેણે મા બળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ફર્યુ, તે વિચારી ગયો કે “હું આ બહુ નિંદનીય કરું છું. આનું પરિણામ કેવું દુઃખદાયક છે ! ભલે ભરતેશ્વર રાજ્ય ભોગવો. મિથ્યા પરસ્પરનો નાશ શા માટે કરવો ? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી; તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ યોગ્ય નથી.” એમ કહી તેણે પંચમુષ્ટિ કેશલંચન કર્યું; અને ત્યાંથી મુનિત્વભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદીશ્વર જ્યાં અઠ્ઠાણું દીક્ષિત પુત્રોથી તેમજ આર્ય-આર્યાથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી; પણ મનમાં માન આવ્યું, ત્યાં હું જઈશ તો મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓને વંદન કરવું પડશે. તેથી ત્યાં તો જવું યોગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાંનો માળો થઈ ગઈ. તે સૂકા ઝાડ જેવો દેખાવા લાગ્યો; પરંતુ જ્યાં સુધી માનનો અંકુર તેના અંતઃકરણથી ખસ્યો નહોતો ત્યાં સુધી તે સિદ્ધિ ન પામ્યો. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો, “આર્ય વીર ! હવે મદોન્મત્ત હાથી પરથી ઊતરો; એનાથી તો બહુ શોખું." એઓનાં આ વચનોથી બાહુબળ વિચારમાં પડ્યો. વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે “સત્ય છે. હું માનરૂપી મદોન્મત્ત હાથી પરથી હજુ ક્યાં ઊતર્યો છું ? વિશ્વ આલ પાહાહ -૧. 'એક પરણેલી સ્ત્રીમાં જ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy