SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઙઙ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શાંત, મધુરી અને કોમળ ભાષા બોલે છે. સત્શાસ્ત્રનું મનન કરે છે. બને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઇવ કરતો નથી. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાયોગ્ય સન્માન આપે છે. માબાપને ધર્મનો બોધ આપે છે. યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઇ0 રખાવે છે. પોતે વિચક્ષણતાથી વર્તી સ્ત્રીપુત્રને વિનયી અને ધર્મી કરે છે. સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને ક્ષુધાતુર રાખતો નથી. સત્પુરુષોનો સમાગમ અને તેઓનો બોધ ધારણ કરે છે. સમર્યાદ, અને સંતોષયુકત નિરંતર વર્તે છે. યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે. આવો ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૧૩. જિનેશ્વરની ભક્તિ-ભાગ ૧ જિજ્ઞાસુ- વિચક્ષણ સત્ય ! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગમ્બરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એઓ ભક્તિ કરીને થી આશા રાખતા હશે ? સત્ય- પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવોને ભજે છે. જિજ્ઞાસુ- કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે ? સત્ય- એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી; તો પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે ? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી. જિજ્ઞાસુ- એ દૂષણો ક્યાં ક્યાં તે કહો. સત્ય- ‘અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને અઢાર' દૂષણમાંનું એક દૂષણ હોય તોપણ તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, ‘પરમેશ્વર છું’ એમ મિથ્યા રીતે મનાવનાર પુરુષો પોતે પોતાને ઠગે છે; કારણ, પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષયી ઠરે છે. શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી દ્વેષી ઠરે છે. જપમાળા ધારણ કર્યાંથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. ‘મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં' એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તો પછી બીજાને તેઓ કેમ તારી શકે ? વળી, કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તો ‘ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે.' દ્વિત આહ પાઠા-૧. 'અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર.' ૨. ‘ત્યાં તેઓને અમુક કર્મનું ભોગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.'
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy