SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું 93 તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. મહર્ષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો. તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ ! હું તમને ક્ષમાવું છું. તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પામ્યો છું. ધર્મધ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવ્યા સંબંધીનું મેં તમને હે મહા ભાગ્યવંત ! જે આમંત્રણ દીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું." એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષકેસરી શ્રેણિક વિનયી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયો. મહા તપોધન, મહા મુનિ, મા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિર્ણય અને મહાદ્યુત અનાથી મુનિએ મગધદેશના શ્રેણિક રાજાને પોતાનાં વીતક ચરિત્રથી જે બોધ આપ્યો છે તે ખરે ! અશરણ ભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ ભોગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભોગવતા જોઈએ છીએ એ કેવું વિચારવા લાયક છે ! સંસારમાં અશરણતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેનો ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા; તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સન્દેવ, સધર્મ અને સગુરુને જાણવા અવશ્યના છે. ܀ શિક્ષાપાઠ ૮. સતૃદેવતત્ત્વ ત્રણ તત્ત્વ આપણે અવશ્ય જાણવાં જોઈએ. જ્યાં સુધી તે તત્ત્વસંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્ત્વ તે સન્દેવ, સધર્મ, સદ્ગુરુ છે. આ પાઠમાં સત્વસ્વરૂપ વિષે કંઈક કહું છું. જેઓને કેવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહોંગ્રતપોપધ્યાન વડે વિશોધન કરીને જેઓ બાળી નાંખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્જવળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવર્તી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેનો ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નીરાગિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કરે છે; સંસારમાં મુખ્યતા ભોગવતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મનાં મૂળને જેઓ બાળી નાંખે છે, કેવળ મોહિનીજનિત કર્મનો ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; વિરાગતાથી કર્મગ્રીષ્મથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બોધબીજનો મેઘધારાવાણીથી ઉપદેશ કરે છે; કોઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસનો સ્વપ્નાંશ પણ જેને રહ્યો નથી; કર્મદળ ક્ષય કર્યા પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છદ્મસ્થતા ગણી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દુષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે, તે સદૈવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દોષમાંનો એક પણ દોષ હોય ત્યાં સદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્ત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્યનું છે. શિક્ષાપાઠ ૯. સદ્ધર્મતત્ત્વ અનાદિ કાળથી કર્મજાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમયમાત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે; અને અધોગતિમાં પડતા આત્માને ધરી
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy