SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૫૩ કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચરીશ. સારાંશ, એ રૂપ મૃગચર્માં હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતો યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણ જળાદિકની ગોચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એવો સંયમ હું આચરીશ.” “વું પુત્તા નહાતુË - હે પુત્ર ! જેમ તને સુખ થાય તેમ કરો !” એમ માતાપિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યો જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાસંબંધીના પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર પાંચ મહાવ્રતયુકત થયા, પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુપ્ત્યાનુગુપ્ત થયા. બાહ્યાજ્યંતરે દ્વાદશ તપથી સંયુકત થયા. મમત્વરહિત થયા. નિરહંકારી થયા; સ્ત્રીઆદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એનો સમાનભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજો કે દુ:ખ, જીવિતવ્ય હો કે મરણ હો, કોઈ સ્તુતિ કરો કે કોઈ નિંદા કરો, કોઈ માન દો કે કોઈ અપમાન દો, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા, ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સપ્ત મહા ભયથી તે અભય થયા. હાસ્ય અને શોકથી નિવર્યા. નિદાન રહિત થયા; રાગદ્વેષરૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા; સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા; કરવાલથી કોઈ કાપે અને કોઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસનતત્ત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યક્ત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક્ પ્રકારથી ઘણાં વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા. પ્રમાણશિક્ષાઃ- તત્ત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશભાવનામાંની સંસારભાવનાને દૃઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનુમેષ જેમાં સુખ નથી એવી નરકાધોગતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની યોગદ્ર મૃગાપુત્ર જનકજનેતા પ્રતિ વર્ણવ્યાં છે, તે કેવળ સંસારમુકત થવાનો વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાદિકના બહિદુઃખને દુઃખ માન્યું છે; અને મહાધોગતિના પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે; એ જો કેવી ભ્રમવિચિત્રતા છે ? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્તિનું કારણ છે; તેમજ ભોગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિર્દશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રનો વૈરાગ્ય અહીં દર્શાવ્યો છે. એ મહા પ્રભાવિક, મહા યશોમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે, તે ઉત્તમ સાધુ ત્રિલોકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધગતિને પામે. સંસારમમત્વને દુઃખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાનદર્શનચારિત્રરૂપ દિવ્ય ચિંતામણિને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે. મહર્ષિ મૃગાપુત્રનું સર્વોતમ ચરિત્ર (સંસારભાવનારૂપે) સંસારપરિભ્રમણનિવૃત્તિનો, અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ કરે છે; એ ઉપરથી નિવૃત્તિબોધ અંતર્દર્શનનું નામ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy