SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષફળ-કિંપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે; જીવનો એ અશાશ્વત વાસ છે, અનંત દુઃખનો હેતુ છે; રોગ, જરા, અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રતિ કરું ? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેનો નિયમ નથી, એ શરીર પાણીના ફીણના બુર્બુદ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યોગ્ય હોય ? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ જ્વર વગેરે વ્યાધિને તેમજ જરામરણને વિષે ગ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું ? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર ક્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષુધાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય, જન્મજરાદિકની પીડા પામે, મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હોય.. હૈ ગુરુજનો । જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે. ત્યારે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે. તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપો એટલે હું) તારીશ.” મૃગાપુત્રનાં વચન સાંભળીને શોકાર્ત્ત થયેલાં એનાં માતાપિતા બોલ્યાં, “હે પુત્ર ! આ તું શું કહે છે ? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવો પડે છે; સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે; અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સવકાળ અપ્રમાદપણાથી મુન્ના વચનનું વવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શોધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન ધાન્ય, દાસનાં સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે, રાત્રિભોજનનું વર્જન, ધૃત્તાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું. તે અતિ દુષ્કર છે. હે પુત્ર ! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે ? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે ? ક્ષુધાના પરિષહ સહન કરવા; તૃષાના પરિષહ સહન કરવા; ટાઢના પરિષહ સહન કરવા; ઉષ્ણ તાપના પરિષહ સહન કરવા; ડાંસ મચ્છરના પરિષહ સહન કરવા; આક્રોશના પરિષહ સહન કરવા; ઉપાશ્રયના પરિષદ્ધ સહન કરવા; તૃણાદિક સ્પર્શના પરિષહ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા; નિશ્ચય માન કે હે પુત્ર ! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષ, બંધના પરિષ કેવા વિકટ છે ? ભિક્ષાચારી કેવી દુર્લભ છે ? યાચના કરવી કેવી દુર્લભ છે ? યાચના કરવા છતાં ન પ્રમાય એ અલાભપરિષહ કેવો દુર્લભ છે ? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલોચન કેવું વિકટ છે ?
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy