SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૪૧ નમિરાજ:- હૈ વિપ્ર ! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરોના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુખોત્પત્તિ છે તેમ હું વર્તુ છું. એ મંદિરાદિકમાં મારું અલ્પમાત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. વિપ્રઃ- પણ હે રાજા ! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોળ, કોઠા અને કમાડ, ભોગળ કરાવીને અને શતઘ્ન ખાઈ કરાવીને ત્યાર પછી રે નમિરાજ - (હેતુ કારણ પ્રે.') હું વિપ્ર ! હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભોગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોયોગરૂપ કોઠા કરીશ, વચનયોગરૂપ ખાઈ કરીશ, કાચાયોગરૂપ શતી કરીશ, પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ: ઈય્યસમિતિરૂપ પણછ કરીશ, ધીરજરૂપ, કમાન સાહવાની મૂઠી કરીશ; સત્યરૂપ ચાપ વડે કરીને ધનુષ્યને બાંધીશ; તપરૂપ બાણ કરીશ; કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રુચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું. વિષ્ણુ- હિંતુ કારણ પ્રે) હે રાજા ! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને, તળાવમાં કીડા કરવાના મનોહર મહાલય કરાવીને પછી જજે. નમિરાજ:- (હેતુ કારણ પ્રે) તેં જે જે પ્રકારના આવાસ ગણાવ્યા તે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે. માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. વિપ્રઃ- (હેતુ કારણ પ્રે) હે ક્ષત્રિય શિરોમણિ ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે. નમિરાજ:- હે વિપ્ર ! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લોકને વિષે બંધાય છે; અને ચોરીના કરનાર જે ઇંદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું અવશ્ય ? વિપ્ર ૐ ક્ષત્રિય ! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપો સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે. d નમિરાજ:- (હેતુ કારણ પ્રે૰) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તોપણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમોત્કૃષ્ટ છે. આત્મા સંધાને યુદ્ધ કરવું ઉચિત છે, બહિર્યુદ્ધનું શું પ્રયોજન છે ? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઇંદ્રિયોને, ક્રોધને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દોહ્યલાં છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. વિપ્રઃ- (હેતુ કારણ પ્રે૰) સમર્થ યજ્ઞો કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગ ભોગવી હે ક્ષત્રિય ! તું ત્યાર પછી જજે. નમિરાજ:- (હેન્દુ કારણ પૂંછ) મહિને મહિને જો દશ લાખ ગાયનાં દાન દે તોપણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. વિપ્ર- નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવ્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે; તેથી તે પૂજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રજ્યામાં રુચિ થાય છે; માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી પૌષધાદિક વ્રતમાં તત્પર રહેજે. હૈ મનુષ્યના અધિપતિ ! હું ઠીક કહું છું. | નમિરાજ:- (હેતુ કારણ પ્રે) હે વિપ્ર ! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્યક્શ્રુતધર્મ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય ? ૧. હેતુ અને કારણથી પ્રેરાયેલા.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy