SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પરિગ્રહને કર્મક્ષયના અભાવ સાથે જોડે છે. જીવ પોતાની પર્યાયમાં જ્યાં સુધી અશુદ્ધતારૂપે પરિણમે છે ત્યાં સુધી તેને કર્મબંધ અવશ્ય થાય છે. જીવ શુદ્ધતારૂપે પરિણમે ત્યારે જ કર્મબંધ અટકે છે. સાધકને જે અસ્થિરતાનો રાગ થાય છે તે પણ અલ્પ સંસારના બંધનું કારણ થાય છે. હવે મુનિ જો એવા શુભ ભાવમાં પણ સાવધાની ન રાખે તો તે ખરેખર દોષને પ્રાપ્ત હોવાથી તેને કર્મબંધ અવશ્ય થાય છે. એવી અપ્રયત ચર્યા સાથે મુનિને બાહ્ય પરિગ્રહ હોય છે. તેથી તે પરિગ્રહને ઉપચારથી બંધનું કારણ કહ્યું છે. ખરેખર બાહ્ય ક્રિયાઓ બંધનું કારણ થતી નથી. ગા ૨૨૧ - આરંભ, અણસંયમ અને મૂર્છા ન ત્યાં –એ ક્યમ બને ? પદ્રવ્ય૨ત જે હોય તે કઈ રીત સાથે આત્મને ? ૨૨૧. ઉપધિના (પરિગ્રહના) સદભાવમાં તેને (ભિક્ષુને) મૂર્છા, આરંભ કે અસંયમ ન હોય એ કેમ બને? તથા જે પરદ્રવ્યમાં રત હોય તે આત્માને કઈ રીતે સાધે? જે મુનિને બાહ્ય પરિગ્રહ હોય તેને અવશ્ય અપ્રયત ચર્યા છે એટલે બંધ અવશ્ય છે. તેના અનુસંધાનમાં આ ગાથા છે. જેને અપ્રયત ચર્યા છે તેને ત્રણ પ્રકા૨ના દોષ હોય છે. અહીં જે મુનિને પદ્રવ્ય પરિગ્રહ છે તેને આ ત્રણ અવશ્ય હોય એમ દર્શાવે છે. મુનિપણું નથી તેમ નક્કી થાય. અર્થાત્ જે મુનિને પદ્રવ્ય પરિગ્રહ હોય તેને દ્રવ્યલિંગ પણ સાચુ નથી. વર્તમાન પંચમકાળમાં ભાવલિંગની તો દુર્લભતા છે જ પરંતુ દ્રવ્યલિંગની પણ એટલી જ દુર્લભતા છે. પરદ્રવ્ય અહિતનું કારણ નથી પરંતુ મુનિ દશામાં તેને પદ્રવ્ય સાથે કેવા પ્રકારના સંબંધો હોવા જોઈએ તેનો નિયમ અવશ્ય છે અને તે અનુસાર જ મુનિપણું માનવું યોગ્ય છે. અજ્ઞાનીને તો દ્રવ્યલિંગ મિથ્યાત્વ સહિતનું હોય છે માટે તે તો મૂર્છા અવશ્ય છે. ૨) આરંભ ઃ- ભાવલિંગી સંતને શરીર છે. તે પરિગ્રહરૂપ - અન્ય દ્રવ્ય હોવા છતાં તેનો નિષેધ નથી પરંતુ ભાવલિંગી મુનિને દેહ પ્રત્યે લગાવ નથી તેથી તેને વસ્ત્રરહિતપણું, દાઢી મૂછના વાળનું લોચન વગે૨ે હોય છે. મુનિને આરંભ નથી અર્થાત્ એ કોઈ કાર્યમાં જોડાતા નથી. જે પદ્રવ્યની નિરર્થક ક્રિયાઓ છે તેનો મુનિને ત્યાગ હોય છે. દેહ સંબંધી પણ નિરર્થક પ્રવૃત્તિઓ તેઓ કરતા નથી. માત્ર જરૂરી ક્રિયાઓમાં જ જોડાય છે. તેથી મુનિ આરંભ રહિત છે. જે મુનિને બાહ્ય પરિગ્રહ છે તે સહેજે તે વિષયને અનુલક્ષીને ક્રિયા કરે છે તેથી તેને આરંભ અવશ્ય હોય છે. -- ૩) અસંયમ :- મુનિરાજ ૨૮ મૂળગુણનું પાલન કરે છે તે સંયમ છે. પરંતુ એના પાલનમાં અસાવધાનીનો ભાવ તે અસંયમ છે. અહીં અપ્રયત ચર્યાને અસંયમ ગણવામાં આવે છે. જેને પદ્રવ્ય પરિગ્રહ છે તેને અસંયમ અવશ્ય હોય છે. ૧) મૂર્છા અર્થાત્ મમત્વ પરિણામ. મૂર્છામાં મિથ્યાત્વ મુખ્ય છે અને ચારિત્રમાં મમત્વનો ભાવ ગૌણ છે. અહીં ભાવલિંગની મુખ્યતાથી ગાથાઓ ચાલે છે માટે ચારિત્ર સંબંધી પદ્રવ્યને ગ્રહણનો ભાવ લેવો. જે મુનિને અપ્રયત ચર્યા છે તેને આવો ભાવ હોય ત્યારે જ પરદ્રવ્યનું ગ્રહણ થાય છે. તદ્ઉપરાંત કોઈ દિગંબર સાધુને આ રીતે જે મુનિને ઉપરોક્ત ત્રણ મૂર્છા, આરંભ અને અસંયમ હોય છે. તેનું લક્ષ્ય પદ્રવ્ય ઉ૫૨ જ છે તેથી તે આત્મસાધના કરી શકતા નથી. પદ્રવ્યનું ગ્રહણ જોવામાં આવે તો તેને સાચું : જે મુનિને પદ્રવ્ય પરિગ્રહ હોય છે તે મુનિધર્મને : પ્રવચનસાર - પીયૂષ ૪૩
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy