SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય કરે છે અને દરેક ગુણ પોતાના સ્વભાવરૂપે : પર્યાયરૂપ છે. ધ્રુવનો વિચાર કરીએ ત્યારે જ્યાં એક પરિણમે છે. ગાથા - ૧૦૬ જિન વીરનો ઉપદેશ એમ —પૃથક્ ભિન્ન પ્રદેશતા, અન્યત્વ જાણ્ અતત્વણું; નહિ તે-પણે તે એક ક્યાં ? ૧૦૬. વિભક્ત પ્રદેશત્વ તે પૃથ છે એમ વીરનો ઉપદેશ છે. અતદ્ભાવ (અતત્વણું અર્થાત્ તેપણે નહીં હોવું) તે અન્યત્વ છે. જે તે-પણે ન હોય તે એક કેમ હોય? (કથંચિત્ સત્તા દ્રવ્યપણે નથી અને દ્રવ્ય સત્તાપણે નથી માટે તેઓ એક નથી). દ્રવ્ય પર્યાયની વાત છે ત્યાં અન્વયરૂપ ધ્રુવ-દ્રવ્ય સામાન્ય તત્ત્વ છે. જ્યારે અનેક દ્રવ્ય પર્યાયનો વિચાર કરીએ છીએ ત્યારે ત્યાં અન્વયરૂપ-વરૂપ દ્રવ્ય સામાન્ય તત્ત્વ નથી પરંતુ દ્રવ્ય-પર્યાયરૂપ આખો પદાર્થ અર્થાત્ પ્રમાણ જ્ઞાનના વિષયભૂત આખું સ્વરૂપ અસ્તિત્વ તે ધ્રુવ છે. અહીં અનેક દ્રવ્ય પર્યાયનો વિચાર કરીએ છીએ તેથી ત્યાં માત્ર એક જ દ્રવ્ય નહીં પરંતુ જેટલા દ્રવ્યો સાથે મળીને એ રચના થાય છે તે બધા દ્રવ્યો ધ્રુવરૂપ છે. અર્થાત્ સ્કંધમાં બે પરમાણુથી લઈને અનંત ૫૨માણુઓ હોય છે તેથી ત્યાં અન્વયરૂપ-ધ્રુવરૂપ બધા દ્રવ્યો ૫૨માણુઓ હોય છે જયારે મનુષ્ય પર્યાય વગેરેનો વિચાર કરીએ ત્યારે જીવ અને દેહ બે ધ્રુવરૂપ રહે છે. આ રીતે ઉત્પાદ-વ્યય અને ધ્રુવનું સ્વરૂપ આચાર્યદેવ એક દ્રવ્ય પર્યાયરૂપે અને અનેક દ્રવ્ય પર્યાયરૂપે આપણને સમજાવવા માગે છે. : : શેયતત્ત્વ પ્રજ્ઞાપન અધિકા૨માં પદાર્થના સ્વરૂપ અસ્તિત્વનું અખંડપણું દર્શાવ્યું. તેમાં દ્રવ્યગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રુવ એવા છ ભેદો પણ દર્શાવ્યા. તે દરેકને અલગરૂપે પણ જણાવ્યા અને એકબીજા વચ્ચેના સંબંધો પણ અનેક પ્રકારે દેખાડયા. આ રીતે અભેદ અને ભેદ એ બધાની અનેક પ્રકારે ડ્રીલ લેવડાવી વસ્તુના અનેકાંત : સ્વરૂપને આ રીતે સમજાવ્યું. દ્રવ્યની પર્યાય અને ગુણની પર્યાય એક દ્રવ્ય પદાર્થ દ્રવ્ય પર ગુણ ધ્રુવ પર્યાય ઉત્પાદ દ્રવ્ય થય અપરિણામી દૃષ્ટિ પરિણામી દૃષ્ટિ આ રીતે વિચારતા માત્ર દ્રવ્ય પાસે જ નહીં પરંતુ કાંઈપણ સ્વભાવથી વિચા૨ ક૨ી શકાય છે. તે સ્વભાવની સ્વભાવગત પર્યાયનો વિચાર કર્યા બાદ તેના ઉપરના અને નીચેના બન્ને પ્રકારના સંબંધો દ્વારા પણ વિચાર કરી શકાય. મનુષ્ય દેહ તત્ - અન્ સત્ - અસત્ જુદાપણું - તેને અતભાવ અથવા અન્યત્વ કહે છે. જ્યાં અતદ્ભાવ છે. ત્યાં તાદાત્મ્યપણું છે. પદાર્થ સદ્દેશ પરિણામ પર્યાય વિસદેશ પરિણામ જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
SR No.008329
Book TitlePravachansara Piyush Part 2
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy