SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને સુખી કરું કે દુ:ખી કરું એવા કોઈ ભાવો : તે દરેક સમયે નવા નવા રૂપ ધારણ કરે છે. તો શક્ય જ નથી. સ્કંધોમાં તો એવા અનેક પ૨માણુઓ મળેલા છે. તેથી ત્યાં તો ખૂબીમાં પણ અનેકવિધ ખૂબી જોવા મળે. ગાથા - ૧૮૭ જીવ રાગ-દ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ-અશુભમાં, જ્ઞાનાવરણઈત્યાદિભાવે કર્મધૂલિ પ્રવેશ ત્યાં. ૧૮૭. : જ્યારે આત્મા રાગ દ્વેષ યુક્ત થયો થકો શુભ અને અશુભમાં પરિણમે છે, ત્યારે કર્મરજ જ્ઞાનાવરણાદી ભાવે તેનામાં પ્રવેશે છે. : આ ગાથામાં પુદ્ગલ પરમાણુ અનેક પ્રકા૨ની રચનાઓ કરે છે અને તે તેનું સ્વતંત્ર કાર્ય છે એમ દર્શાવવા માગે છે. પરમાણુના બે અણુથી લઈને અનંત પરમાણુઓના સ્કંધો બને છે. વર્ગ અને વર્ગણાઓ અનેક પ્રકા૨ની બને છે. તે ૨૬ વર્ગણામાં એક કાર્મણ વર્ગણા છે. જે પૂરા લોકમાં ફેલાયેલી છે. તે સ્વયં આઠ પ્રકારના કર્મરૂપે પરિણમે છે. આ આઠ તો મુખ્ય કર્મો છે. પેટા ભેદ ૧૪૮ છે અને ઉત્તર ભેદ અસંખ્યાત લોક પ્રમાણ છે. આ પ્રકારના કર્મો થવામાં જીવનો એક સમયનો વિભાવ નિમિત્ત છે. નિમિત્ત એક છે અને નૈમિત્તિક દશાઓ અનેક છે આ કાંઈ નવી વાત નથી. આપણા ચાલુ જીવનમાં આવા અનેક પ્રસંગો જોવા મળે છે. એક શિક્ષણ વર્ગના ૪૦ વિદ્યાર્થીઓને એક સરખું શીખવે છે પરંતુ દરેક વિદ્યાર્થી પોતાની યોગ્યતા અનુસાર ગ્રહણ કરે છે. એક જ વીજળીના પ્રવાહને લીધે ઘરના બધા ઈલેકટ્રીક સાધનો પોતાની રીતે કાર્ય કરે છે. અહીં વિશેષતા એ લેવી છે કે આપણે પુદ્ગલને એકરૂપ ગણીને તેમાં થતી અનેકવિધતાનો વિચા૨ કરીએ છીએ. : · ગા. ૧૮૭માં જીવના વિભાવના નિમિત્તે પુદ્ગલ અનેક પ્રકારે થાય છે. તે વાત લીધી અને ત્યાં તે પુદ્ગલનું સ્વતંત્ર કાર્ય છે એમ સિદ્ધ કર્યું . તે રીતે આ ગાથામાં જીવ પોતે ભાવબંધરૂપે થાય છે એ જીવનું સ્વતંત્ર કાર્ય છે એમ નક્કી કરે છે. જીવ પોતે વિભાવરૂપે પરિણમીને ભાવબંધરૂપે થાય છે એટલું જ પર્યાપ્ત નથી પરંતુ તે સમયે તે દ્રવ્યકર્મથી પણ અવશ્ય બંધાય છે. આચાર્યદેવ વરસાદ પડતાં જમીન ઉપર અનેક પ્રકા૨ની જીવાતો અને બિલાડીના ટોપ વગેરે ઉગી નીકળે છે તે દૃષ્ટાંત આપે છે. ત્યાં વરસાદતો નિમિત્ત માત્ર જ છે. તે રીતે આઠ પ્રકારના કર્મોની ઉત્પત્તિ એ પુદ્ગલ દ્રવ્યનું સ્વતંત્ર કાર્ય છે એમ કહેવા માગે છે. ગાથા - ૧૮૮ : : સપ્રદેશ જીવ સમયે કાયિત મોહરાગાદિ વડે, સંબંધ પામી કર્મરજનો, બંધરૂપ કથાય છે. ૧૮૮. સપ્રદેશ એવો તે આત્મા સમયે મોહ-રાગ-દ્વેષ વડે કષાયિત થવાથી કર્મરજ વડે શ્લિષ્ટ થયો થકો (અર્થાત્ જેને કર્મરજ વળગી છે એવો થયો થકો) ‘બંધ' કહેવામાં આવે છે. : : લોકિકમાં ભલે એની નવાઈ લાગે પરંતુ જેને બંધારણનો અભ્યાસ છે. તેને કાંઈ વિશેષતા ન : લાગે. એક પુદ્ગલ પરમાણુના અનાદિથી અનંતકાળ સુધીના પરિણામોનો વિચાર કરો તો પ્રવચનસાર - પીયૂષ : અહીં જીવમાં ભાવબંધ અને દ્રવ્યબંધ એમ બન્ને વાત લીધી છે. એ પ્રમાણે જ વસ્તુની સ્થિતિ છે. ત્યાં એ પ્રકારે જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નિયમરૂપે જોવા મળે છે. જીવ પ૨નિરપેક્ષપણે વિભાવ કરતો નથી તે રીતે કાર્યણ વર્ગણા પણ એકાંતે દ્રવ્યકર્મ થતી નથી. વળી જીવ ભાવબંધરૂપે પરિણમે અને પુદ્ગલ દ્રવ્યકર્મરૂપે પરિણમે એટલેથી ૨૨૯
SR No.008329
Book TitlePravachansara Piyush Part 2
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy