SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અસાધારણ ધર્મ હોય છે. જેમકે રૂપીપણું એને પુદ્ગલનો અસાધારણ ધર્મ છે. તો અન્ય પાંચ દ્રવ્યોમાં અરૂપીપણારૂપ નાસ્તિરૂપ ધર્મ રહેલ છે. જીવ ચેતન સ્વભાવી છે તો અન્ય દ્રવ્યોમાં અચેતનપણારૂપ નાસ્તિરૂપ ધર્મ રહેલ છે. આ રીતે નાસ્તિત્વ ધર્મને બે પ્રકારે ખ્યાલમાં લઈ શકાય છે અને તે બન્ને અપેક્ષાઓ લક્ષમાં રાખવા યોગ્ય છે. એકત્વ :- આ એક અપેક્ષિત કથન છે. દરેક પદાર્થ સ્વથી એકત્વરૂપ છે. વસ્તુના અનેકાંત સ્વરૂપને સમજાવવા માટે જે એક છે તે એકાંતિક એક નથી પરંતુ અનેકાંત સ્વરૂપ છે માટે તે એકત્વરૂપ છે. : : વસ્તુના અનંત ધર્મો માત્ર સમૂહરૂપે એક નથી પરંતુ તે અનંતધર્મો એકબીજા સાથે તાદાત્મ્યરૂપ છે. તેથી “ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે’’ એમ કહેવાને બદલે ‘“ગુણોના સમૂહના એકત્વને દ્રવ્ય કહે છે’’ તે પ્રકારે લેવાથી સ્પષ્ટતા વધે છે. સ્વથી એકત્વ એવું બધા પદાર્થોનું સ્વરૂપ છે. એકત્વ તે ગુણ નથી. અન્યત્વ :- ૫૨થી ભિન્નપણા માટે પૃથકત્વ શબ્દ વાપરવામાં આવે છે. એક દ્રવ્યમાં અનંત ધર્મોના જે ભેદ પડે છે તેને અતદ્ભાવરૂપ અથવા અન્યત્વરૂપ ગણવામાં આવે છે. એક પદાર્થને અભેદ દૃષ્ટિથી જોતા ત્યાં એકત્વ લક્ષમાં આવે છે. તેને જ ભેદ દૃષ્ટિથી જોતા ત્યાં અન્યત્વ ખ્યાલમાં આવે છે. દ્રવ્યત્વ :- પદાર્થને એકત્વરૂપે જોતા ત્યાં દ્રવ્ય લક્ષગત થાય છે અને તે જ પદાર્થને અન્યત્વરૂપે જોતા ત્યાં ભેદ ખ્યાલમાં આવે છે. : : અસર્વગતત્વ ઃ- આ શબ્દને એકત્વના અર્થમાં લઈ શકાય. ખરેખર તો ત્યાં પ્રભુત્વ શક્તિ દર્શાવવાનો ભાવ છે. આ રીતે તે ‘સ્વથી એકત્વ’’ ના ભાવથી જુદો પડે છે. જ્યાં પ્રભુત્વનો વિચાર કરીએ ત્યાં દ્રવ્ય-ગુણ અને નિરંશ અંશો બધા પોતાના સ્વભાવને ધારણ કરીને રહેલા છે. તે બધા : સ્વતંત્રતાથી શોભાયમાન છે. એક દ્રવ્યમાં આ બધા નિરંશ અંશો અંતર્ગત છે તો પણ બધા પોતાનું પ્રભુત્વ જાળવીને રહેલા છે. પદાર્થના દરેક ગુણ ‘“નિર્ગુણ’’ રૂપ છે. અર્થાત્ એક ગુણનો જેવો : સ્વભાવ છે તેવો સ્વભાવ એ દ્રવ્યમાં અન્ય કોઈ છે. ગુણનો નથી. દૃષ્ટાંતઃ જીવમાં જ્ઞાનગુણ એક જ જાણવાનું કાર્ય એ જ્ઞાનગુણ સિવાય અન્ય કોઈ ગુણ ન કરે આ તેની સ્વતંત્રતા છે. આ તેનું જાદાપણું છે. સમયસાર શાસ્ત્રમાં પ્રભુત્વ શક્તિનું વર્ણન ક૨તાં તેને સ્વતંત્રતાથી શોભાયમાન કહ્યું છે. તેથી માત્ર એક પદાર્થ અન્ય દ્રવ્યોથી જાદો છે એટલું જ પર્યાપ્ત નથી. અસર્વગતત્વપણુ ગુણોને અને નિરંશ અંશોને પણ લાગુ પડે છે. શબ્દ દ્વારા ભેદ પણ દર્શાવવામાં આવે છે. બે નયના કથનમાં એક પર્યાયાર્થિક નય છે. તે નયનો વિષય પર્યાય તો છે જ પરંતુ ગુણના ભેદો પણ પર્યાયાર્થિક નયના વિષય થાય છે. ૨૦ - સર્વગતત્વ :- પ્રભુત્વ શક્તિની સાથે વિભુત્વ શકિત પણ દર્શાવવમાં આવી છે. ત્યાં ‘સર્વધર્મ વ્યાપકત્વ એવી વિભુત્વ શક્તિ'' એ રીતે વ્યાખ્યા બાંધવામાં આવી છે. એક પદાર્થમાં રહેલા એક નિરંશ અંશને અસર્વગતત્વ અપેક્ષાએ પોતાનું સ્વતંત્રપણું ખ્યાલમાં લીધા બાદ એ નિરંશ અંશ આખા દ્રવ્યમાં વ્યાપેલો : છે. એક ગુણરૂપે અલગ છે પરંતુ અભેદ વિવક્ષામાં દ્રવ્ય અને ગુણનું એકપણું લક્ષમાં લેતાં આત્મા ચેતન સ્વરૂપ કહેવામાં આવે છે. આ રીતે આત્માને જયારે ચેતન સ્વભાવી કહીએ છીએ ત્યારે આત્માના અનંત ગુણો ચેતનવંત છે અને બધા ગુણોની પર્યાયો પણ ચેતનમય કહેવાય છે. અર્થાત્ એક ચેતન ગુણને અસર્વગતરૂપે જોયા પછી તે ચેતનગુણ જીવમાં તેના અનંતગુણોમાં અને અન્ય અનંત પર્યાયોમાં વ્યાપે છે. આ એનું સર્વગત્વપણું છે. જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન : પર્યાયત્વ ઃ- એપણ એક અપેક્ષિત કથન છે. પર્યાય શબ્દથી દ્રવ્યનું ક્ષણેક્ષણે જે નવું રૂપ જોવા મળે છે તે પર્યાય છે. આ પદાર્થનું અનિત્ય સ્વરૂપ છે. પર્યાય : : · :
SR No.008329
Book TitlePravachansara Piyush Part 2
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy