SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત થતાં જીવને મનુષ્ય પર્યાય હોય છે. આ ગાથાનો અભ્યાસ ક૨વાનું ફળ એ છે કે જીવ અને શરીરનો સંબંધ જીવના વિભાવના કા૨ણે છે. તે સમયે પણ જીવ સ્વતંત્ર છે માટે પોતાની સ્વતંત્રતાને લક્ષમાં રાખીને શ૨ી૨થી ભેદજ્ઞાન ક૨વા યોગ્ય છે. · : ટીકામાં કહે છે કે દરેક પદાર્થ પોતાનું સ્વરૂપ અસ્તિત્વ સદાય ટકાવીને રહે છે અર્થાત્ નિત્ય ટકવું અને ટકીને બદલવું એવું અનાદિથી અનંતકાળ સુધી બધા પદાર્થોમાં થયા કરે છે. દરેક પદાર્થ એ રીતે પરથી ભિન્ન પોતાનું સ્વરૂપ જાળવી રાખે છે. આ બંધારણ અબાધિત છે. આવો સ્વરૂપ અસ્તિત્વમય એક પદાર્થનો એવા બીજા પદાર્થમાં વિશિષ્ટરૂપે ઉપજતો ભાવ તેને અનેક દ્રવ્યાત્મક પર્યાય કહી છે. : અહીં સિદ્ધાંતમાં જીવ અને શ૨ી૨ જન્મે છે અને મરે છે. અર્થાત્ જીવની મનુષ્ય પર્યાય અને દેહની મનુષ્ય પર્યાય બન્ને વચ્ચેના સંયોગ અને વિયોગના કા૨ણે જેને જન્મ અને મરણ એવું નામ આપવામાં આવે છે. આ રીતે અજ્ઞાની જીવને શરીર અને જીવનું એકપણું જ ભાસે છે. જીવન દરમ્યાન બધું કાર્ય હું કરું છું એવું માને છે. આ ઘડિયાળ અને તેનો જાણના૨ હું એવું કહેનારને હુંપણામાં દ્વૈત દેખાતું નથી. જ્યારે ત્યાં રહેલા દ્વૈત પ્રત્યે તેનું ધ્યાન ખેંચવામાં આવે ત્યારે જ તેની ભ્રમણા ભાંગે પરંતુ તેમ છતાં અજ્ઞાન સહેલાઈથી છૂટતું નથી. જીવ અને શ૨ી૨ વચ્ચેનો સંબંધ એ સંયોગી એકત્વ છે. તે ખરેખર ત્રિકાળ સત્તા નથી પરંતુ અજ્ઞાની જીવ એવા સંયોગી એકત્વમાં હુંપણું માની બેઠો છે તે તેનું અજ્ઞાન છે. ૫રમાર્થ જોવા જઈએ તો જીવની ચોવીસ કલાકની પ્રવૃત્તિની જવાબદારી કોણ સ્વીકારે છે? શુદ્ધ જીવ અને શુદ્ધ પુદ્ગલ તેની સ્પષ્ટ ના પાડે છે. વાસ્તવિકતા આ વાત સ્પષ્ટતા માગે છે. બે પદાર્થો અલગ છે અને સ્વતંત્ર છે એ વાત લખ્યા બાદ એક દ્રવ્યનો : અન્ય દ્રવ્યમાં ઉપજતો વિશિષ્ટ ભાવ દ્વારા એવું સમજાવવામાં આવે છે કે બે દ્રવ્યો વચ્ચે એવો મેળવિશેષ કે તે બે રૂપ લક્ષમાં ન આવતા ત્યાં એકજ ક્રિયા થાય છે અને તે એક જ દ્રવ્યનું કાર્ય હોય એવું : લાગે છે. આ વાત સમજવા માટે, જીવ અને શરીરની : : જોઈએ તો અજ્ઞાન ભાવે પરિણમતો જીવ પણ બધું કાર્ય નથી કરતો. તે પ્રમાણે શરીર પણ જ્ઞાન સુખ અને રાગના પરિણામને નથી કરતું. તેથી અજ્ઞાનીની ચોવીસ કલાકની પ્રવૃત્તિની જવાબદારી : વાત સિદ્ધાંતરૂપે સારી રીતે સમજાય તે માટે, અલગ : જીવ કે શરીર બેમાંથી કોઈપણ સ્વીકારી શકે તેમ દૃષ્ટાંતો લેવા ઉપયોગી થશે.ગાયના આંચળમાંથી : નથી. મળતું દૂધ એક દ્રવ્યરૂપે બધાને ખ્યાલમાં છે અને તે રીતે તેનો વપરાશ છે છતાં ત્યાં પનીર અને પાણીનો ભાગ અવશ્ય અલગ છે. તે બન્નેના મૂળભૂત સ્વરૂપો અને પોષણ આપવાની શક્તિમાં ઘણો તફાવત છે. સંગીતના રસીલા જીવોએ સિતા૨ અને તબલાની જાગલબંધી સાંભળી હશે. એક બીજાને હરાવવા માટે ઝડપથી રાગ-રાગિણી બદલાવે અને બીજો પણ એવો જ ઉસ્તાદ હોય કે તેની સાથે મેળ તુરત કરી લે છે. સાંભળનારા મંત્રમુગ્ધ થઈ જાય. આવા અનેક દૃષ્ટાંતો વિચારી શકાય. પ્રવચનસાર - પીયૂષ : ખરેખર સંસાર તત્ત્વ કેવી રીતે સાબિત થાય તેનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે તેનું ઉદ્ભવસ્થાન અજ્ઞાન છે. જીવ અને શરીરની એક સત્તા માનવી અને તે સત્તા જ આ બધું કાર્ય કરે છે એવું વિચારવું રહ્યું. આ રીતે આ બધું અજ્ઞાનીના અજ્ઞાનનું ફળ હોવા છતાં સંસાર પણ છે તે વાસ્તવિકતાનો ઈન્કા૨ થઈ શકે તેમ નથી અજ્ઞાનની મર્યાદા માત્ર અજ્ઞાની જીવના પૂરતી જ સીમિત છે એમ નથી. જીવના વિભાવની સાથે દ્રવ્યકર્મ અને નોકર્મની સંધિ પણ અવશ્ય છે. જીવ પોતાના ૧૬૭
SR No.008329
Book TitlePravachansara Piyush Part 2
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy