SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ : અચેતન પદાર્થોમાંથી ઈન્દ્રિય સુખ પણ આવતું નથી. ઈત્યાદિ સિદ્ધાંતો તો સહજપણે કસોટીએ ચડાવીને માન્ય કરી શકાય તેવા છે. તે સિદ્ધાંતનો સ્વીકાર આવે તો ઈન્દ્રિયોનું કોઈ પ્રયોજન ન રહે. વળી જેને પોતાના અસલી સ્વભાવને બધાથી જાદો સ્વતંત્રતાથી શોભાયમાનરૂપે જોવાની જિજ્ઞાસા જાગે તેને ઈન્દ્રિયોનું કાંઈ પ્રયોજન નથી કારણકે ભગવાન આત્મા ઈન્દ્રિય જ્ઞાનનો વિષય થતો નથી. માટે ઈન્દ્રિયની પરાધીનતા છોડીને જ્ઞાનને તેનાં અવલંબનથી છોડાવીને સ્વભાવ સન્મુખ કરવું રહ્યું. જ્ઞાનની પૂરી જાગૃતિ રાખે અને બાહ્ય વિષયો ન લે તો જ્ઞાન અંતરંગમાં પોતાના સ્વભાવ તરફ વળે. : અંતરંગમાં સ્વભાવને જાણવાની તીખી તમન્ના જાગે અને બાહ્ય વિષય ન લે તો ઉપયોગ અંદ૨માં અવશ્ય જાય. આપણને ઈન્દ્રિયો ઉપરાંત મન પણ • : સંયોગરૂપે, સાધનરૂપે પ્રાપ્ત છે. મન પાસે મોટે ભાગે રૂપી વિષયોની જ જાણકારી છે. કારણકે મનનો ઉપયોગ રૂપી પદાર્થને જાણવા માટે જ કર્યો : છોડવાલાયક છે. છે. તેથી મનની ચંચળતાને કારણે અનેક નિરર્થક વિષયો પણ કેડો છોડતા નથી. જીવ જ્યારે પોતાના સ્વભાવ સન્મુખ થવા માગે છે ત્યારે મન પૂર્વે જાણેલા અનેક વિષયો જીવની સામે ઘરે છે. એવા વિષયોનો પરિચય અનાદિથી હોવાથી તેમાં ઉપયોગ ચાલ્યો જાય છે. તેથી ત્યાં જાગૃતિ રાખવી અત્યંત જરૂરી બની જાય છે. આ ગાથાની ટીકામાં જીવ વાસ્તવિકપણે પોતાની જીવત્વ શક્તિ વડે જીવે છે. એ વાત લીધા ૧૫૬ એકેન્દ્રિય જીવ બે ઈન્દ્રિય જીવ ત્રણ ઈન્દ્રિય જીવ ચાર ઈન્દ્રિય જીવ અસંશી પંચેન્દ્રિય સંજ્ઞી પંચેન્દ્રિય આયુ આયુ આયુ આયુ આયુ આયુ પછી કહે છે કે આમ હોવા છતાં જીવ સંસાર અવસ્થામાં અનાદિ પ્રવાહરૂપે પ્રવર્તતા પુદ્ગલ સંશ્લેષ વડે પોતે દૂષિત હોવાથી તેને ચા૨ પ્રાણોથી સંયુક્તપણું છે. આ રીતે અનાદિ કાળથી જીવને વ્યવહા૨ જીવત્વના હેતુ તરીકે જીવની વિભાવ પર્યાય દર્શાવી છે. જીવ પોતે જુદો હોવા છતાં તે પુદ્ગલ સાથે વિશિષ્ટ સંબંધમાં આવે છે. જ્ઞાન ૫૨થી ભિન્ન રહીને જ ૫૨ને જાણે છે પરંતુ જ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે તેનાથી અજાણ એવો અજ્ઞાની જીવ શેય જ્ઞાયક સંબંધથી શેયનું (શરીરનું) રૂપ જ્ઞાનમાં જોઈને, : શેયાકા૨ જ્ઞાન કઈ રીતે થાય છે. તેનો વિવેક ન હોવાથી શરીર સ્વભાવથી પોતારૂપ છે એવું માનવા લાગે છે. જીવ અને શરીર બન્નેના સ્વભાવ એકમેક થઈ ગયા એવું લાગે તેને જ્ઞેય જ્ઞાયક સંક૨દોષ કહે છે. ખરેખર તો અહીંથી જ અજ્ઞાનની શરૂઆત થાય છે. તેને અનુસરીને શ્રદ્ધા-ચારિત્ર વગેરે ગુણોના પરિણમનમાં દોષ જોવા મળે છે. આ બધું : : ગાથા - ૧૪૬ : ઈંદ્રિયપ્રાણ, તથા વળી બળપ્રાણ, આયુપ્રાણ ને, : વળી પ્રાણ શ્વાસોચ્છવાસ - એ સૌ, જીવ કેરા પ્રાણ છે . ૧૪૬. ઈન્દ્રિય પ્રાણ, બળ પ્રાણ, આયુ પ્રાણ તથા શ્વાસોશ્વાસ પ્રાણ એ (ચાર) જીવોના પ્રાણો છે. આ ગાથામાં દ્રવ્ય પ્રાણ ક્યા છે તેનું વર્ણન છે. ઈન્દ્રિય પ્રાણમાં પાંચ ઈન્દ્રિયો અને મનનો સમાવેશ થાય છે. બલ પ્રાણમાં મન, વચન તથા સ્પર્શ ઈન્દ્રિય શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ કાયા કાયા-વચન કાયા-વચન કાયા-વચન કાયા-વચન કાયા-વચન-મન જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન સ્પર્શ-રસ સ્પર્શ-૨સ-ગંધ સ્પર્શ-૨સ-ગંધ-વર્ણ પાંચેય ઈન્દ્રિયો પાંચેય ઈન્દ્રિયો
SR No.008329
Book TitlePravachansara Piyush Part 2
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy