SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ : અજ્ઞાન દશામાં પોતે ભાવ્યરૂપે અશુદ્ધ પર્યાયરૂપે : ભૂલ છે. પદાર્થનું અખંડપણું રાખીને તેમાં દ્રવ્યપરિણમન કરતો હતો તે પ્રમાણે નથી કરતો. અર્થાત્ : પર્યાયરૂપ ભેદો છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવ એવા ભેદો તે શુદ્ઘનય નાસ્તિરૂપે પરદ્રવ્ય સાથેના સંબંધને કાપી નાખે છે. અજ્ઞાનમય સંબંધ - પરદ્રવ્ય સાથે હિતબુદ્ધિ છોડી દે છે. ખરેખર તો આ રીતે તે પોતાના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં આવી જાય છે. વાસ્તવિકપણે તે પોતાની પર્યાયમાં આવી જાય છે. હવે ત્યારપછીનું કાર્ય શરૂ થાય છે. ભેદ દ્વારા અભેદ સ્વભાવ સુધી પહોંચવાનું કાર્ય છે. પણ છે. ગુણોના ભેદો-પર્યાય અને પ્રદેશ ભેદો પણ છે. આ બધા છે અર્થાત્ પદાર્થ ભેદાભેદ અભેદરૂપ છે. એ બધું વાસ્તવિક છે. કા૨કના ભેદને ... ભ્રાંતિ કહેવાનું પ્રયોજન તો તે ભેદ ઉ૫૨થી દૃષ્ટિ : હટાવીને દ્રવ્ય સામાન્ય સ્વભાવ સુધી જવા માટે છે. : કા૨કના છ ભેદ તો ક્રિયાના ભેદ છે. ક્રિયામાં પરિણમતું દ્રવ્ય અને પર્યાય બન્ને આવે છે. પર્યાયના ભેદોને ગૌણ કરીને દ્રવ્ય સામાન્ય ઉપ૨ જવું છે. તેમ કરતાં અપરિણામી દ્રષ્ટિથી સ્વભાવને લક્ષમા લેતા ત્યાં કોઈ ભેદ દેખાતા નથી માટે ભેદને ભ્રાંતિ કહેવામાં આવે છે. ભેદના લક્ષે પ્રયોજનની સિદ્ધિ થતી નથી માટે ભ્રાંતિ કહેવામાં આવે છે. જે રીતે આપણે દ્રવ્ય પર્યાયરૂપ વસ્તુનો અભ્યાસ કર્યો છે તેથી ખ્યાલમાં રાખવું કે પર્યાયને છોડીને દ્રવ્ય સ્વભાવમાં જવું, પર્યાયને ગૌણ કરીને સ્વભાવમાં જવું એવી અનેક રીતો છે. પરંતુ અહીંતો પર્યાયમાંથી સ્વભાવ સુધી જવાની વાત છે. પર્યાયમાં આદિમધ્ય-અંતમાં દ્રવ્ય જ વ્યાપેલું છે તેથી પર્યાયમાં જ દ્રવ્ય સ્વભાવ જણાય છે. અર્થાત્ પર્યાય દ્વારા પર્યાયમાંથી સ્વભાવ સુધી જવાની વાત છે. દ્રવ્ય અને પર્યાય એવા બે અતદ્ભાવ વચ્ચે અવિનાભાવ તન્મયરૂપના સંબંધો છે. તે સંધિ દ્વારા સ્વભાવ સુધી પહોંચવાનો માર્ગ દર્શાવ્યો છે. પદાર્થનું અખંડપણું છે માટે ગુણ અને પર્યાયરૂપ ભેદ દ્વારા અભેદ સ્વભાવ પ્રાપ્ત થઈ શકે છે. અજ્ઞાની જીવ સીધો દ્રવ્ય સ્વભાવ લક્ષમાં નથી લઈ શકતો. દ્રવ્ય સામાન્ય લક્ષ્ય છે અને ગુણ ભેદ અથવા પર્યાય ભેદ તે લક્ષણ છે. લક્ષણ જાણીને તેના દ્વારા લક્ષ્ય સુધી પહોંચવું એ પ્રયોગ છે. એ વ્યવહા૨ જિનાગમે માન્ય કર્યો છે. જે અભેદનો ભેદ છે તે ભેદ દ્વારા અભેદ સુધી પહોંચી શકાય છે. પદાર્થનું અખંડપણું છે. પદાર્થમાં દ્રવ્ય-ગુણ પર્યાય એવા અતભાવરૂપના ભેદો છે. તે બધા વચ્ચે તાદાત્મ્યપણું હોવાથી પર્યાયમાંથી પ્રવેશ લઈને સ્વભાવ સુધી પહોંચાય છે. એ રીતે જીવનું લક્ષણ હાથમાં આવ્યું. હવે જીવના દ્રવ્ય સામાન્ય સ્વભાવ સુધી પહોંચવું છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે તાદાત્મ્યપણું હોવાથી પર્યાયમાંથી પ્રવેશ લઈને સ્વભાવ સુધી પહોંચી શકાય છે. એકવાર સ્વભાવની પ્રાપ્તિ થાય એટલે પર્યાયનું લક્ષ છોડી દેવું. સ્વભાવમાં હુંપણું સ્થાપવું. તેથી અહીં ક્રિયામાં કારકના ભેદોને મુખ્ય કરીને પર્યાય એટલે કર્મ અને સ્વભાવ અર્થાત્ કર્તા. એવું લક્ષમાં લીધા પછી કર્તાક૨ણ, કર્મ અને કર્મફળ બધુ જીવ જ છે એમ બધું જીવમાં અભેદ કરી લેવામાં આવે છે. આ રીતે શુદ્ઘનય-અનાદિકાળના આસ્રવ યોદ્ધાને જીતી લે છે તેથી ઉદ્ધત મોહલક્ષ્મીનો નાશ કરે છે એવું દર્શાવ્યું છે. ૮માં કળશમાં શ્લોકાર્થમાં કર્તા-કર્મ વગેરે ભેદો હોવાની ભ્રાંતિ એવા શબ્દો વપરાયા છે તેથી કોઈને એમ લાગેકે કારકના ભેદો સર્વથા નથી તો તે તેની . : પ્રવચનસાર - પીયૂષ આવા શુદ્ઘનયે આત્મ સ્વરૂપને વિવિક્ત અર્થાત્ અલગ-શુદ્ધ કર્યું છે. બે પદાર્થ જુદા છે તેને જાદા જાણીને જાદા પાડવા એ ભેદજ્ઞાન છે. શુદ્ધનય : એ રીતે પોતાના આત્માને ૫૨થી ભિન્ન લક્ષમાં લે છે. અહીં ૫૨થી ભિન્ન માટે શુદ્ધપણું. પરાશ્રયે થતો વિભાવ ઉત્પન્ન થતો નથી માટે શુદ્ધપણું. અંતરંગમાં જ્ઞાન પદાર્થના યથાર્થ સ્વરૂપને જેમ છે તેમ જાણે • : ૧૨૧
SR No.008329
Book TitlePravachansara Piyush Part 2
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy