SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાર્શ્વકુમાર જન્મથી જ પ્રતિભાશાળી અને ચમત્કારી બુદ્ધિના ભંડાર અવધિજ્ઞાનના ધારક હતા. તેઓ અનેક સુલક્ષણોવાળા, અતુલ બળથી યુક્ત, આકર્ષક વ્યક્તિત્વવાળા બાળક હતા. સુરેશ- તેઓ તો રાજકુમાર હતા ને? તેમને તો બધી જાતની લૌકિક સગવડો મળી હોવી જોઈએ ? શિક્ષક– એમાં શું શક! તેઓ રાજકુમાર હોવા ઉપરાંત અતિશય પુણ્યના સ્વામી હતા. દેવાદિ પણ તેમની સેવામાં હાજર રહેતા હતા. એ જ કારણે તેમને કોઈ પ્રકારની સામગ્રીની ખોટ નહોતી. પણ રાજ્ય-વૈભવ અને પુણ્યસામગ્રી માટે તેમના હૃદયમાં કોઈ સ્થાન નહોતું. તેમને ભોગોની લાલસા જરા પણ નહોતી. વૈભવની છાયામાં ઉછરવા છતાં પણ પાણીમાં રહેતા કમળની પેઠે તેનાથી અલિપ્ત જ હતા. યુવાન થતાં તેમનાં માતા-પિતાઓ ઘણા જ પ્રયત્ન કર્યા પણ તેમને લગ્ન કરવાને મનાવી ન શકયા. તેઓ બાલબ્રહ્મચારી જ રહ્યા. જિનેશ- એમ શા માટે? શિક્ષક– તેઓ આત્મજ્ઞાની તો જન્મથી જ હતા, તેમનું મન સદા જગતથી ઉદાસ રહેતું હતું. એક દિવસ એક એવો બનાવ બન્યો કે જેણે તેમના હૃદયને હલાવી નાખ્યું અને તેઓ દિગંબર સાધુ બનીને આત્મ-સાધના કરવા લાગ્યા. જિનેશ- તે બનાવ કયો હતો ? શિક્ષક- એક દિવસ સવારમાં તેઓ પોતાના સાથીઓ સાથે ફરવા જઈ રહ્યા હતા, રસ્તામાં તેમણે જોયું કે તેમના નાના (બાના પિતા) સાધુના વેશમાં પંચાગ્નિ તપ કરતા હતા. બળતા લાકડાની વચ્ચે નાગ-નાગણીનું એક જોડું હતું, તે પણ બળી રહ્યું હતું. પાર્શ્વનાથે પોતાના દિવ્યજ્ઞાન ( અવધિજ્ઞાન )થી આ બધું જાણી લીધું અને તેમને આ જાતનું કામ કરવાની ના પાડી. પણ જ્યાં સુધી તે લાકડાને ફાડીને જોવામાં ન આવ્યું ત્યાં સુધી કોઈએ તેમનો વિશ્વાસ ન કર્યો. લાકડું ફાડતાં જ તેમાંથી અર્ધા બળેલાં નાગ-નાગણી નીકળ્યાં. ૪૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008324
Book TitleVitrag Vigyana Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size677 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy