SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રુતસાગર મુનિરાજ આહાર કરીને આવી રહ્યા હતા. તેમને જોઈને એક મંત્રીએ કહ્યું, “એક બળદ (મૂર્ખ) આ આવી રહ્યો છે અને તે મંત્રીઓ મુનિરાજ સાથે વાદ-વિવાદમાં ઊતરી પડયા. પછી શું? મુનિરાજે પોતાની પ્રબળ યુક્તિઓ વડે તરત જ તેમના મદનું ખંડન કર્યું. રાજાની સામે તે ચારેયના અભિમાનના ભૂકાં થઈ ગયા. તે વખતે તો તેઓ મૂંગા મૂંગા ચાલ્યા ગયા પણ રાત્રે ચારેય જણાએ ત્યાં આવીને મુનિરાજ ઉપર પ્રહાર કરવા માટે એક સાથે તલવાર ઉગામી પરંતુ તેમના હાથ જડાઈ જઈને ઊંચા જ રહી ગયા. સવારમાં જ્યારે રાજાએ અને લોકોએ આ સમાચાર સાંભળ્યા એટલે બધા ત્યાં આવી પહોંચ્યા. બધાએ મુનિરાજની સ્તુતિ કરી અને રાજાએ ચારેય મંત્રીઓને દેશનિકાલ કર્યા. વિદ્યાર્થી- તે મુનિરાજ રાત્રે ત્યાં કેમ રહ્યા? તેમણે તો જ્યા સંઘ રોકાયો હતો ત્યાં જ ધ્યાનસ્થ રહેવું જોઈતું હતું. શિક્ષક- જ્યારે તેમણે ઉપરોક્ત વાદ-વિવાદની વાત આચાર્યશ્રીને જણાવી ત્યારે તેમણે કહ્યું કે તમારે તેમની સાથે ચર્ચા જ કરવી જોઈતી નહોતી, કેમકે જેવી રીતે સાપને દૂધ પાવાથી વિષ જ બને છે તેવી જ રીતે તીવ્ર કષાયવાળા અજ્ઞાની જીવોની સાથે કરવામાં આવતી તત્વચર્ચા તેમનો કોઈ જ વધારે છે. સંભવ છે કે તેઓ કષાયની તીવ્રતામાં કોઈ ઉપસર્ગ કરે. માટે તમે તે જ સ્થળે જઈને આજે રાત્રે ધ્યાનસ્થ રહો. વિધાર્થી- પછી. ? શિક્ષક- તે ચારેય મંત્રી હસ્તિનાપુરના રાજા પદ્મરાયને ત્યાં જઈને કામ કરવા લાગ્યા. કોઈક બાબતમાં પ્રસન્ન થઈને પમરાયે તેમને ઈચ્છા મુજબ વરદાન માગવાનું કહ્યું. તેમણે તે યોગ્ય સમયે માગવાની અનુમતિ લઈ લીધી. એક વખત તે જ અકંપનાચાર્ય આદિ સાતસો મુનિરાજ વિહાર કરતા કરતા હસ્તિનાપુર પહોંચ્યા. તેમને આવેલા જોઈને બલિએ રાજા પમરાય પાસેથી સાત દિવસ માટે રાજ્ય માગી લીધું. રાજ્ય મેળવીને તે મુનિરાજ ઉપર ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો. ૨૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008322
Book TitleVitrag Vigyana Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size495 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy