SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચામુંડરાય- ભાવકર્મ શું છે? આચાર્ય નેમિચંદ્ર- કર્મના ઉદયમાં આ જીવ મોહ-રાગ-દ્વેષરૂપી વિકારી ભાવરૂપી થાય છે, તેને ભાવકર્મ કહે છે. અને તે મોહ–રાગ-દ્વેષભાવોનું નિમિત્ત પામીને કાર્માણ વર્ગણા (કર્મરજ) કર્મરૂપે પરિણમીને આત્મા સાથે જોડાઈ જાય છે, તેને દ્રવ્યકર્મ કહે છે. ચામુંડરાય- તો કર્મબંધના નિમિત્તે આત્મામાં ઉત્પન્ન થતા મોહ-રાગ-દ્વેષભાવ તો ભાવકર્મ છે અને કાર્માણ વણાનો કર્મ રૂપે પરિણમેલ રજપિંડ તે દ્રવ્યકર્મ ? આચાર્ય નેમિચંદ્ર- હા, મૂળરૂપે આ કર્મ આઠ પ્રકારનાં છે. આ આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય તો ઘાતી કર્મ કહેવાય છે અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મ કહેવાય છે. ચામુંડરાય- ઘાતી અને અઘાતીનું તાત્પર્ય શું છે? આચાર્ય નેમિચંદ્ર- જીવના અનુજીવી ગુણોનો ઘાત કરવામાં જે કર્મ નિમિત્ત હોય તે ઘાતી કર્મ છે અને આત્માના અનુજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત ન હોય તેને અઘાતી કર્મ કહે છે. ચામુંડરાય- જ્ઞાનનું આવરણ કરનાર કર્મને જ્ઞાનાવરણ અને દર્શનનું આવરણ કરનાર કર્મને દર્શનાવરણ કહેતા હશે ? આચાર્ય નેમિચંદ્ર- સાંભળો, જ્યારે-આત્મા પોતે જ પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે છે અર્થાત જ્ઞાનશક્તિને વ્યક્ત કરતો નથી ત્યારે આત્માના જ્ઞાનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને જ્ઞાનાવરણ કર્યું અને જ્યારે આત્મા પોતે જ પોતાના દર્શન-ગુણ (ભાવ) નો ઘાત કરે છે ત્યારે દર્શન-ગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય ૨૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008322
Book TitleVitrag Vigyana Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size495 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy