SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાત તત્ત્વ પ્રવચનકાર- સંસારમાં સમસ્ત પ્રાણીઓ દુ:ખી દેખાય છે અને તેઓ દુ:ખથી બચવાનો ઉપાય પણ કરે છે. પરંતુ પ્રયોજનભૂત તત્ત્વોની સત્ય સમજણ અને શ્રદ્ધા વિના દુઃખ દૂર થતું નથી. મુમુક્ષુ આ પ્રયોજનભૂત તત્ત્વો શું છે કે જેના જ્ઞાન અને સાચી શ્રદ્ધા વિના દુઃખ દૂર થઈ શકતું નથી ? પ્રવચનકાર- દુઃખ દૂર કરવું અને સુખી થવું એ જ સાચું પ્રયોજન છે અને જે તત્ત્વોની સમ્યક્ શ્રદ્ધા અને જ્ઞાન વિના આપણું દુઃખ દૂર ન થઈ શકે અને આપણે સુખી ન થઈ શકીએ, તેને જ પ્રયોજનભૂત તત્ત્વ કહે છે. તત્ત્વ એટલે વસ્તુનું સાચું સ્વરૂપ જે વસ્તુ જેવી છે, તેનો જે ભાવ તે જ તત્ત્વ છે. તે તત્ત્વ સાત છે, જેમકે તત્ત્વાર્થ સૂત્રમાં આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીએ કહ્યું છે ‘जीवाजीवास्त्रवबंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम्” १।। ।।४।। જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જા અને મોક્ષ એ સાત તત્ત્વ છે. 66 પ્રશ્નકર્તા- કૃપા કરીને સંક્ષેપમાં એનું સ્વરૂપ બતાવો. પ્રવચનકાર- જ્ઞાન-દર્શન સ્વભાવી આત્માને જીવ તત્ત્વ કહે છે. જ્ઞાન-દર્શન સ્વભાવથી રહિત તથા આત્માથી ભિન્ન સમસ્ત દ્રવ્ય ( પદાર્થ ) અજીવ તત્ત્વ કહેવાય છે. પુદ્દગલાદિ સમસ્ત પદાર્થો અજીવ છે. આ શરીરાદિ સર્વ અજીવ પદાર્થોથી ભિન્ન ચેતન તત્ત્વ જ આત્મા છે. હું આત્મા છું, મારાથી ભિન્ન પુદ્દગલાદિ પાંચ દ્રવ્યો અજીવ છે. ૧૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008322
Book TitleVitrag Vigyana Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size495 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy