SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મા અને પરમાત્મા પ્રભાકર- હે ગુરુદેવ ! આત્મા અને પરમાત્માનું સ્વરૂપ શું છે? તે કૃપા કરીને સમજાવો. કેમકે કાલે આપે કહ્યું હતું કે આ આત્મા પોતાનું સ્વરૂપ ભૂલીન દુખી થઇ રહ્યો છે. યોગીન્દુદેવ- હે પ્રભાકર ભટ્ટ ! આત્માને સમજવાની ઇચ્છા તમારા જેવા મુમુક્ષુને જ થાય છે. જેણે ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે અલ્પકાળમાં જ પરમાત્મપદની પ્રાપ્તિ કરશે. આત્મજ્ઞાનના જેવું બીજું કાંઈ સાર (ઉત્કૃષ્ટ) નથી. જ્ઞાન-સ્વભાવી જીવતત્ત્વને જ આત્મા કહે છે. અવસ્થાની અપેક્ષાએ તે ત્રણ પ્રકારનો છે :૧. બહિરાત્મા ૨. અંતરાત્મા ૩. પરમાત્મા પ્રભાકર- બહિરાત્મા કોને કહે છે? યોગીન્દુદેવ- શરીરને આત્મા માનનાર તથા અન્ય પદાર્થોમાં પોતાપણું અને રાગાદિમાં હિતકરપણું માનનાર અથવા શરીર અને આત્માને એક માનનાર જીવ જ બહિરાત્મા છે. તે અજ્ઞાની (મિથ્યાષ્ટિ) છે. આત્મા સિવાયના બીજા બાહ્ય પદાર્થોમાં આત્માપણું (પોતાપણું) માનવાને કારણે જ એ બહિરાત્મા કહેવાય છે. અનાદિકાળથી આ આત્મા શરીરની ઉત્પત્તિમાં જ પોતાની ઉત્પત્તિ અને શરીરના નાશમાં જ પોતાનો નાશ તથા શરીર સાથે સંબંધ રાખનારાઓને પોતાના માની રહ્યો છે. જ્યાં સુધી આ ભૂલ ન નીકળે ત્યાં સુધી જીવ બહિરાત્મા અર્થાત્ મિથ્યાદષ્ટિ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008322
Book TitleVitrag Vigyana Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size495 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy