SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરાનુપ્રેક્ષા ] [૬૧ તેનાથી ક્ષપકશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી બારમા ક્ષીણમોહગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી સયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે, તથા તેનાથી અયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર અસંખ્યાત ગુણાકારરૂપ નિર્જરા છે તેથી તેને ગુણશ્રેણી નિર્જરા કહીએ છીએ. હવે ગુણાકાર રહિત અધિકરૂપ નિર્જરા જેનાથી થાય છે તે અહીં કહીએ છીએ: जो विसहदि दुव्वयणं साहम्मियहीलणं च उवसग्गं । जीणिऊण कसायरिडं तस्स हवे णिज्जरा विउला ।। १०९ ।। यः विषहते दुर्वचनं साधर्मिकहीलनं च उपसर्गम् । जित्वा कषायरिपुं तस्य भवेत् निर्जरा विपुला । । १०९ ।। અર્થ:- જે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ આદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, દેવાદિકોએ કરેલા ઉપસર્ગને સહન કરે છે;– એ પ્રમાણે કષાયરૂપ વૈરિઓને જીતે છે, તેને વિપુલ અર્થાત્ ઘણી નિર્જરા થાય છે. ભાવાર્થ:- કોઈ કુવચન કહે તેના પ્રત્યે કષાય ન કરે, પોતાને અતિચારાદિ દોષ લાગતાં આચાર્યાદિક કઠોર વચન કહી પ્રાયશ્ચિત આપે-નિરાદર કરે તો પણ તેને નિષ્કષાયપણે સહન કરે તથા કોઈ ઉપસર્ગ કરે તેની સાથે પણ કષાય ન કરે, તેને ઘણી નિર્જરા થાય છે. रिणमोयणुव्व मण्णइ जो उवसग्गं परीसहं तिव्वं । संचिदं पुव्वं । । ११० ।। पावफलं मे एदं मया वि जं ऋणमोचनवत् मन्यते यः उपसर्ग पापफलं मे एतत् मया अपि यत् परीषहं तीव्रम् । Please inform us of any errors on Rajesh@AtmaDharma.com संचितं पूर्वम् ।। ११० ।।
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy