SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮] [સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા यदि द्रव्ये पर्यायाः अपि विद्यमानाः तिरोहिताः सन्ति। तत् उत्पत्ति: विफला पटपिहिते देवदत्ते इव।। २४३।। અર્થ:- જો “દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે ઢંકાયેલા છે” એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિફલ (વ્યર્થ) છે. જેમ દેવદત્ત કપડાથી ઢંકાયેલો હતો તેને ઉઘાડયો એટલે કહે છે કે “આ ઊપજ્યો', પણ એમ ઊપજવું કહેવું તે વાસ્તવિક નથી-વ્યર્થ છે; તેમ દ્રવ્યમાં પર્યાય ઢાંકી-ઊઘડીને ઊપજતી કહેવી તે પરમાર્થ નથી. માટે દ્રવ્યમાં અવિદ્યમાન પર્યાયની જ ઉત્પત્તિ કહીએ છીએ. सव्वाण पज्जयाणं अविजमाणाण होदि उप्पत्ती। कालाईलद्धीए अणाइणिहणम्मि दव्वम्मि।। २४४।। सर्वेषां पर्यायाणां अविद्यमानानां भवति उत्पत्तिः। कालादिलब्ध्या अनादिनिधने द्रव्ये।। २४४।। અર્થ- અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી સર્વ પર્યાયોની અવિદ્યમાન જ ઉત્પત્તિ છે. ભાવાર્થ- અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી અવિધમાન અર્થાત્ અણછાતી પર્યાય જ ઊપજે છે. પણ એમ નથી કે “બધી પર્યાયો એક જ સમયમાં વિધમાન છે તે ઢંકાતી-ઊઘડતી જાય છે.” પરંતુ સમયે સમયે ક્રમપૂર્વક નવીન નવીન જ પર્યાયો ઊપજે છે. દ્રવ્ય તો ત્રિકાળવર્તી સર્વ પર્યાયોનો સમુદાય છે અને કાળભેદથી પર્યાયો ક્રમે થાય છે. હવે દ્રવ્ય અને પર્યાયોને કથંચિત્ ભેદ-અભેદપણું દર્શાવે છે:दव्वाण पज्जयाणं धम्मविवक्खाए कीरए भेओ। वत्थुसरूवेण पुणो ण हि भेदो सक्कदे काउं।। २४५।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy