________________
શ્લોક-૧૨૩
૪૧૧ ફરી, “શુદ્ધનય છોડવાયોગ્ય નથી એવા અર્થને દઢ કરનારું કાવ્ય કહે છે :
શ્લોકાર્ય - Tધીર-વાર-મણિનિ નાવિનિઘને વોઘે ધૃતિ નિવેદનમ્ શુદ્ધય: ધીર (ચળાચળતા રહિત) અને ઉદાર (સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો (અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો) શુદ્ધનય – વિર્મામ્ સર્વવષ:] કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે – કૃિતિમિ:] પવિત્ર ધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ (નાતા કદી પણ નિ વાળ્ય:] છોડવાયોગ્ય નથી. ત્રિરથા:] શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, વિદિઃ નિયંત્ સ્વ-રવિ-વમ્ વિરાત્ સંઋત્ય બહાર નીકળતા એવા પોતાનાં જ્ઞાનકિરણોના સમૂહને (અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને) અલ્ય કાળમાં સમેટીને, પૂિર્ણ જ્ઞાન-ઘન-ગોધમ્ છમ્ અવતં શાન્ત મહ.] પૂર્ણ, જ્ઞાનઘનના પંજરૂપ, એક, અચળ, શાંત તેજને-તેજ:પુંજને- પિશ્યન્તિા દેખે છે અર્થાત્ અનુભવે છે.
ભાવાર્થ – શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર-સ્થિરથતી જાય છે. એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું માહાભ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઊપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવાયોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૧૨૩.
શ્લોક ૧૨૩ ઉપર પ્રવચન
૧૨૩ (કળશ).
(શાર્દૂનવિક્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वङ्कषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहत्य निर्यद्धहिः पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः ।।१२३ ।।