SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ નિશ્ચળ છે. વળી કેવું છે? “ “પરં'' ઉત્કૃષ્ટ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે વાયુ રહિત સમુદ્ર નિશ્ચળ હોય છે તેવી જ રીતે તીર્થકરનું શરીર નિશ્ચળ છે. આ રીતે શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ નથી થતી, કારણ કે શરીરના ગુણ આત્મામાં નથી. આત્માનો જ્ઞાનગુણ છે; જ્ઞાનગુણની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે. ર૬. (શાર્દૂલવિક્રીડિત) एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चयात् नुः स्तोत्रं व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः। स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवेत् नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः।। २७।। ખંડાન્વય સહિત અર્થ:- ““અત: તીર્થસ્તોત્તરલતાન માત્માયો: છત્વે જ ભવેત'' (શત:) આ કારણથી, (તીર્થસ્તવ) “પરમેશ્વરના શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે' એમ જે મિથ્યામતી જીવ કહે છે તેના પ્રતિ (ઉત્તરનતિ) “શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થતી નથી, આત્માના જ્ઞાનગુણની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે,” આવા ઉત્તરના બળથી અર્થાત્ તે ઉત્તર દ્વારા સંદેહુ નષ્ટ થઈ જવાથી, (માત્મ) ચેતનવસ્તુને અને ( યો:) સમસ્ત કર્મની ઉપાધિને (પુવૅ) એકદ્રવ્યપણું (ન ભવેત) થતું નથી. આત્માની સ્તુતિ જે રીતે થાય છે તે કહે છે- ‘‘સા વં'' (સા) તે જીવસ્તુતિ (વં) જેવી રીતે મિથ્યાષ્ટિ કહેતો હતો તેવી રીતે નથી, કિન્તુ જે રીતે હવે કહે છે તે રીતે જ છે- “ “Tયાત્મનો: વ્યવહા૨ત: છત્વે, તુ પુન: ન નિશ્ચયાત્'' (Tયાત્મનો:) શરીરાદિ અને ચેતનદ્રવ્ય એ બંનેને (એવરત:) કથનમાત્રથી ( તં) એકપણું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સોનું અને રૂપું એ બંનેને ઓગાળીને એક સોગઠી બનાવવામાં આવે છે, ત્યાં તે સઘળું કહેવામાં તો સુવર્ણ જ કહેવાય છે, તેવી રીતે જીવ અને કર્મ અનાદિથી એકક્ષેત્રસંબંધરૂપ મળેલાં ચાલ્યાં આવે છે તેથી તે સઘળું કથનમાં તો જીવ જ કહેવાય છે. (તુ પુન:) બીજા પક્ષે (૧) જીવ-કર્મને એકપણું નથી. તે કયા પક્ષે ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy