SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ ते एव समयसारं चेतयन्ते। (માલિની) अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। २४४ ।। (અનુદુમ) इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम्। विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत्।। २४५ ।। તેઓ જ સમયસારને અનુભવે છે. ભાવાર્થ-વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે (તેથી તેઓ જ મોક્ષને પામે છે ). બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો”—એવા અર્થનું કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ ગતિનત્વે: બનત્વે: કુર્વિ : અત્નમ્ તમ્] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ; બસ થાઓ; [ રૂ] અહીં એટલું જ કહેવાનું છે કે [ યમ્ પરમાર્થ: $: નિત્યમ્ વેત્યતામ] આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; [ સ્વरस-विसर-पूर्ण-ज्ञान-विस्फूर्ति-मात्रात् समयसारात् उत्तरं खलु किञ्चित् न अस्ति] કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવામાત્ર જે સમયસાર (–પરમાત્મા ) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજા કાંઈ પણ સારભૂત નથી). ભાવાર્થ-પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજાં કાંઈ પણ સારભૂત નથી. ૨૪૪. હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છે: શ્લોકાર્ધઃ- [ કાનન્દમય વિજ્ઞાનનમ્ અધ્યક્ષતાં નયત્] આનંદમય વિજ્ઞાનઘનને (શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું [રૂમ કમ્ અક્ષય ના–વક્ષ:] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy