SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર (રથોદ્ધત્તા) रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते । उत्तरन्ति न हि मोहवाहिनीं શુદ્ધવોધવિધુરાન્ધબુદ્ધય:।। ૨૨૬ ।। હવે આ જ અર્થ દઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે છેઃ કહાનજૈનશાસ્ત્રમાળા ] ૫૫ શ્લોકાર્થ:- [યે તુ રાગ-બનિ પદ્રવ્યમ્ વ નિમિત્તતાં જયન્તિ] જેઓ રાગની ઉત્પત્તિમાં પદ્રવ્યનું જ નિમિત્તપણું ( કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા નથી, ) [ તે શુદ્ધ-વોધ-વિધુર-સન્ધ-બુદ્ધ્ય: ] તેઓ–જેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ઘનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા ) [મોહ-વાહિની નહિં ઉત્તરન્તિ] મોહનદીને ઊતરી શક્તા નથી. ભાવાર્થ:-શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી. આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઊતરી શક્તા નથી (અથવા મોહની સેનાને હરાવી શક્તા નથી), તેમને રાગદ્વેષ મટતા નથી; કારણ તે રાગદ્વેષ કરવામાં જો પોતાને પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જો ૫૨ના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો ૫૨ તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે, રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે–એમ કચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. ૨૨૧. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્દગલો આત્માને કાંઈ કહેતાં નથી કે ‘તુ અમને જાણ', અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા ૫૨ પ્રત્યે ઉદાસીન (–સંબંધ વિનાનો, તટસ્થ ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિકને સારાં-નરસાં માનીને રાગીદ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે.-આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy