SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૨ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (રથોદ્ધતા) यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम्। व्यावहारिकदृशैव तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात्।। २१४ ।। जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि। तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु।। ३५६ ।। શ્લોકાર્ધઃ- [વસ્તુ] એક વસ્તુ [સ્વયમ્ પરિણામની અન્ય–વસ્તુન: ] સ્વયં પરિણમતી અન્ય વસ્તુને [ સૈિન પિ કુરુતે] કાંઈ પણ કરી શકે છે- [વત્ તુ] એમ જે માનવામાં આવે છે, [તત્ વ્યાવહારિ—દશા થવા મતમ્] તે વ્યવહારદષ્ટિથી જ માનવામાં આવે છે. [ નિશ્ચયાત્ ] નિશ્ચયથી [રૂર અન્યત્ ઝિમ્ અપિ = સ્તિ] આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી (અર્થાત્ એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી). ભાવાર્થ:-એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે અન્ય દ્રવ્ય આ કર્યું', તે વ્યવહારનયની દૃષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્ય કાંઈ કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે, તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શક્તી નથી. આ ઉપરથી એમ સમજવું કે-પદ્રવ્યરૂપ શેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શક્તા નથી. માટે “જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે” એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. ૨૧૪. (“ખડી તો ખડી જ છે”—એ નિશ્ચય છે; “ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંતસ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે” એમ કહેવું તે પણ વ્યવહારકથન છે. તેવી રીતે “જ્ઞાયક તો જ્ઞાયક જ છે”—એ નિશ્ચય છે; “જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પદ્રવ્યસ્વભાવે પરિણમતાં એવાં પરદ્રવ્યોને જાણે છે” એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.) આવા નિશ્ચય-વ્યવહાર કથનને હવે ગાથાઓમાં દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છે – જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા ૩પ૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy