SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૮ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ यथा बन्धांरिछत्वा च बन्धनबद्धस्तु प्राप्नोति विमोक्षम्। तथा बन्धांरिछत्वा च जीवः सम्प्राप्नोति विमोक्षम्।। २९२ ।। कर्मबद्धस्य बन्धच्छेदो मोक्षहेतुः, हेतुत्वात्, निगडादिबद्धस्य बन्धच्छेदवत्। एतेन उभयेऽपि पूर्वे आत्मबन्धयोद्धिधाकरणे व्यापार्येते। किमयमेव मोक्षहेतुरिति चेत् बंधाणं च सहावं वियाणिदुं अप्पणो सहावं च। बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणदि।। २९३ ।। बन्धानां च स्वभावं विज्ञायात्मनः स्वभावं च। बन्धेषु यो विरज्यते स कर्मविमोक्षणं करोति।।२९३ ।। ગાથાર્થઃ- [વથા વ] જેમ [વનવદ્ધ: 7] બંધનથી બંધાયેલો પુરુષ [વસ્થાન જિત્વા ] બંધોને છેદીને [ વિમોક્ષમ્ પ્રાપ્નોતિ] મોક્ષ પામે છે, [ તથા ૨] તેમ [ નીવ:] જીવ [વશ્વાન છત્વી ] બંધોને છેદીને [વિમોક્ષમ્ સમ્રાપ્નોતિ] મોક્ષ પામે છે. ટીકા-કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. આથી (-આ કથનથી), પૂર્વે કહેલા બન્નેને (-જેઓ બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને-) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે (અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં–જોડવામાંઉધમ કરાવવામાં આવે માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે?' એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે: બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો, જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો ! ૨૯૩. ગાથાર્થઃ- [વન્યાનાં સ્વમવં ] બંધોના સ્વભાવને [ માત્મ: સ્વમાનં ૨] અને આત્માના સ્વભાવને [ વિજ્ઞાય] જાણીને [વજેપુ] બંધો પ્રત્યે [ :] જે [વિરક્યતે] વિરક્ત થાય છે, [ :] તે [ વિમોક્ષનું કરોતિ ] કર્મોથી મુકાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy