SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ श्रुतपरिचितानुभूता सर्वस्यापि कामभोगबन्धकथा। एकत्वस्योपलम्भः केवलं न सुलभो विभक्तस्य।। ४ ।। इह किल सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रान्तमनन्त-द्रव्यक्षेत्रकालभवभावपरावतैः । समुपक्रान्तभ्रान्तेरेकच्छत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यमानस्य प्रसभोज्जृम्भिततृष्णातङ्कत्वेन व्यक्तान्तराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुन्धानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनन्तशः श्रुतपूर्वानन्तशः परिचितपूर्वा-नन्तशोऽनुभूतपूर्वा चैकत्वविरुद्धत्वेनात्यन्तविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा। इदं तु नित्यव्यक्ततयान्तः प्रकाशमानमपि कषायचक्रेण सहैकीक्रियमाणत्वादत्यन्ततिरोभूतं सत् ગાથાર્થઃ- [ સર્વચ ]િ સર્વ લોકને [ wામમો વિશ્વથા ] કામભોગ-સંબંધી બંધની કથા તો [ કૃતપરિવિતાનુમૂતા] સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ [વિમસ્ય] ભિન્ન આત્માનું [ ત્વચ ઉપન્મ: ] એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી [વનં] એક તે [૨ સુનમ:] સુલભ નથી. ટીકા:- આ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે (આત્માનું અત્યંત બૂરું કરનારી છે) તોપણ, પૂર્વે અનંત વાર સાંભળવામાં આવી છે, અનંત વાર પરિચયમાં આવી છે અને અનંત વાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કેવો છે જીવલોક? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તાને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઇન્દ્રિયવિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે (અર્થાત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે. તેથી કામભોગની કથા તો સૌને સુલભ (સુખે પ્રાસ) છે. પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ-જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ કષાયચક (-કષાયસમૂહ) સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે (–ઢંકાઈ રહ્યું છે) તે-પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી ( – પોતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy