SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૩૯૩ न च बाह्यवस्तु द्वितीयोऽपि बन्धहेतुरिति शङ्कयम्वत्थु पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं। ण य वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि।। २६५ ।। वस्तु प्रतीत्य यत्पुनरध्यवसानं तु भवति जीवानाम्। न च वस्तुतस्तु बन्धोऽध्यवसानेन बन्धोऽस्ति।। २६५ ।। अध्यवसानमेव बन्धहेतुः, न तु बाह्यवस्तु, तस्य बन्धहेतोरध्यवसानस्य हेतुत्वेनैव चरितार्थत्वात्। तर्हि किमर्थो बाह्यवस्तुप्रतिषेध: ? अध्यवसानप्रतिषेधार्थः। अध्यवसानस्य हि बाह्यवस्तु आश्रयभूतं; न हि बाह्यवस्त्वनाश्रित्य अध्यवसानमात्मानं लभते। यदि बाह्यवस्त्वनाश्रित्यापि अध्यवसानं जायेत तदा, यथा वीरसूसुतस्याश्रयभूतस्य વળી “બાહ્યવસ્તુ તે બીજાં પણ બંધનું કારણ હશે” એવી શંકા ન કરવી. (“અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્યવસ્તુ તે બંધનું બીજું કારણ હશે" એવી પણ શંકા કરવી યોગ્ય નથી; અધ્યવસાય જ એકનું એક બંધનું કારણ છે, બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.) આવા અર્થની ગાથા હવે કહે છે: જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ થાય છે. ૨૬૫. ગાથાર્થ - [ પુન:] વળી, [ નીવાનામ્] જીવોને [ ] જે [ અધ્યવસાન ] અધ્યવસાન [ મવતિ] થાય છે તે [ વસ્તુ] વસ્તુને [પ્રતીત્ય] અવલંબીને થાય છે [૨ 1] તોપણ [ વસ્તુત:] વસ્તુથી [ ન વળ્ય: ] બંધ નથી, [અધ્યવસાન] અધ્યવસાનથી જ [ વન્ય: બસ્તિ ] બંધ છે. ટીકા-અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમ કે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે (અર્થાત્ બંધનું કારણ જે અધ્યવસાન તેનું કારણ થવામાં જ બાહ્યવસ્તુનું કાર્ય ક્ષેત્ર પૂરું થાય છે, તે કાંઈ બંધનું કારણ થતી નથી). અહીં પ્રશ્ન થાય છે કે જો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો (“બાહ્યવસ્તુનો પ્રસંગ ન કરો, ત્યાગ કરો” એમ) બાહ્યવસ્તુનો પ્રતિષેધ (નિષેધ) શા માટે કરવામાં આવે છે? તેનું સમાધાનઃ-અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત ઊપજતું નથી. જો બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy