SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬O સમયસાર, [ભગવાનશ્રીકુંદકુંદ जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्वो।। २३३ ।। यः सिद्धभक्तियुक्तः उपगूहनकस्तु सर्वधर्माणाम्। स उपगूहनकारी सम्यग्दृष्टितिव्यः।। २३३ ।। यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णंकज्ञायकभावमयत्वेन समस्तात्मशक्तीनामुपबृंहणादुपबृंहकः, ततोऽस्य जीवशक्तिदौर्बल्यकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે. હવે ઉપગૃહન ગુણની ગાથા કહે છે: જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો, ચિમૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૩. ગાથાર્થ- [ :] જે (ચેતયિતા) [ સિદ્ધમર્િયુp:] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે [1] અને [ સર્વધર્માનામ્ ૩૫+દન: ] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) [ :] તે [ ૩૫દિનવારી] ઉપગૂનકારી [સભ્ય દષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [જ્ઞાતવ્ય:] જાણવો. ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ-સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૂઠન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોયો ત્યાં અન્ય ધર્મો પર દષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. આ ગુણનું બીજું નામ “ઉપબૃહણ” પણ છે. ઉપવૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિ વધે છે-આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપવૃંહણગુણવાળો છે. આ રીતે સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy