SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫O સમયસાર [ ભગવાન શ્રીકુંદકુંદ (શાર્દૂતવિહિત) सम्यग्दृष्टय एव साहसमिदं कर्तु क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि।। १५४ ।। सम्माद्दिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण। सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।। २२८ ।। જાણતા નથી. મિથ્યાષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? ૧૫૩. હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ યત્ મ–ચન—àનોજ્ય-મુp–ધ્વનિ વષે પતતિ ]િ જેના ભયથી ચલાયમાન થતા ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં, [ગની] આ સમ્યગ્દષ્ટિ જીવો, [નિસ–નિર્મયતયા] સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, [ સર્વાન વ શાં વિદાય] સમસ્ત શંકા છોડીને, [ સ્વયં સ્વમ વધ્ય–વો–વપુષે નાનન્ત:] પોતે પોતાને (અર્થાત્ આત્માને ) જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય (અર્થાત્ કોઈથી હણી શકાય નહિ એવું) છે એવો જાણતા થકા, [વાંધાતુ વ્યવન્ત = દિ] જ્ઞાનથી વ્યુત થતા નથી. [ રૂદ્ર પર સામ્ સચદય: Uવ વર્તુ ક્ષમત્તે] આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે. ભાવાર્થ-સમ્યગ્દષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજપાતથી મારો નાશ થઈ જશે; પયાર્યનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. ૧૫૪. હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે:સમ્યકત્વવંત જીવો નિઃશંક્તિ, તેથી છે નિર્ભય અને છે સસસભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy