SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯) સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ एवमिदं भेदविज्ञानं यदा ज्ञानस्य वैपरीत्यकणिकामप्यनासादयदविचलितमवतिष्ठते, तदा शुद्धोपयोगमयात्मत्वेन ज्ञानं ज्ञानमेव केवलं सन्न किञ्चनापि रागद्वेषमोहरूपं भावमारचयति। ततो भेदविज्ञानाच्छुद्धात्मोपलम्भः प्रभवति। शुद्धात्मोपलम्भात् रागद्वेषमोहाभावलक्षणः संवरः प्रभवति। कथं भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भ इति चेत् जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि। तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं ।। १८४ ।। एवं जाणदि णाणी अण्णाणी मुणदि रागमेवादं। अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो।।१८५ ।। यथा कनकमग्नितप्तमपि कनकभावं न तं परित्यजति। तथा कर्मोदयतप्तो न जहाति ज्ञानी तु ज्ञानित्वम्।। १८४ ।। આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે “પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે “હે સપુરુષો! હવે તમે મુદિત થાઓ”. ૧૨૬. ટીકા -આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂપ) વિપરીતતા નહિ પમાડતું થયું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધઉપયોગમયાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપે જ રહેતું થયું જરા પણ રાગદ્વેષમોહરૂપ ભાવને કરતું નથી; તેથી (એમ સિદ્ધ થયું કે) ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી રાગદ્વેષમોહનો (અર્થાત્ આસવભાવનો) અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે - જ્યમ અતિસ સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મઉદયે તસ પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે, આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy