SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૭૭ (શાર્દૂતવિક્રીડિત) अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् । शुद्धज्ञानमया अपि स्वयममी कीभवन्त्याकुलाः।। ५८ ।। (વસન્તતિન91) ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वाःपयसोर्घिशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि।। ५९ ।। અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ:- [ જ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [મૃતૃfણામાં નથિયા ] મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી [ મૃ: પતું થાવન્તિ] હરણો તેને પીવા દોડે છે; [મજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [તમસિ રબ્બો મુનસTધ્યાસેન] અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી [ નના: દ્રવત્તિ] લોકો (ભયથી ) ભાગી જાય છે; [૨] અને (તેવી રીતે) [ અજ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [ગની] આ જીવો, [વાતોત્તરદ્ધિવત્] પવનથી તરંગવાળા સમુદ્રની માફક [ વિજ્યવછરાત્] વિકલ્પોના સમૂહ કરતા હોવાથી[ શુદ્ધજ્ઞાનમયા: પિ] જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ- [ ગીતા:] આકુળતા બનતા થતા [ સ્વયમ્] પોતાની મેળે [ત્રમવત્તિ ] કર્તા થાય છે. ભાવાર્થ-અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોડ છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ-અજ્ઞાનથી કર્તા થાય છે. ૫૮. જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છે – શ્લોકાર્થઃ- [ દંર : વા:પયો: રૂવ] જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને) જાણે છે તેમ [૨] જે જીવ [ જ્ઞાનાત્] જ્ઞાનને લીધે [ વિવેચતયા] વિવેકવાળો (ભેદજ્ઞાનવાળો) હોવાથી [ પરાત્મનો: ] પરના અને પોતાના [ વિશેષ+] વિશેષને [નાનાતિ ] જાણે છે [ :] તે (જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy