SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [દ્વિતીય આવૃત્તિ પ્રસંગે ] પ્રથમ આવૃત્તિમાં શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવકૃત સંસ્કૃત ટીકા છપાવવામાં આવી નહોતી; આ દ્વિતીય આવૃત્તિમાં તે ઉમેરવામાં આવી છે. આ સંસ્કૃત ટીકા વિ. સં. ૧૯૭૫માં શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત સમયસાર પ્રમાણે છપાવવામાં આવી છે; તેમાં (વિ.સં. ૧૯૭૫ની મુદ્રિત ટીકામાં) ક્યાંક અશુદ્ધિઓ જણાઈ તે ઘણીખરી (હસ્તલિખિત પ્રતોના આધારે) સુધારી લેવામાં આવી છે, તેમ જ કયાંક મુદ્રિત પાઠો કરતાં હસ્તલિખિત પ્રતોના પાઠાંતરો વિશેષ બંધબેસતા લાગ્યા ત્યાં હસ્તલિખિત પ્રતો પ્રમાણે પાઠ લેવામાં આવ્યા છે. ગુજરાતી અનુવાદ પ્રથમ આવૃત્તિ પ્રમાણે રાખવામાં આવ્યો છે; માત્ર કોઈક જૂજ સ્થળોએ અલ્પ ફેરફાર કર્યો છે. જે જે ભાઈઓએ કામમાં મદદ કરી છે તે સૌનો ઋણી છું. ફાગણ સુદ ૧૧, વિ. સં. ૨૦૦૯ * * હિં. જે. શાહ [તૃતીય આવૃત્તિ પ્રસંગે ] પ્રથમની બે આવૃત્તિઓમાં સંસ્કૃત ટીકાના લશરૂપ શ્લોકોનો સળંગ ગુજરાતી અનુવાદ છપાવવામાં આવ્યો હતો. આ ત્રીજી આવૃત્તિમાં તે બ્લોકોના ગુજરાતી અનુવાદની વચ્ચે વચ્ચે સંસ્કૃત શબ્દો કૌંસમાં છપાવવામાં આવ્યા છે કે જેથી કયા સંસ્કૃત શબ્દનો કયો ગુજરાતી અર્થ છે તે સહેલાઈથી વાચકના ખ્યાલમાં આવી શકે. આ રીતે ‘શ્લોકાર્થ ’માં સંસ્કૃત શબ્દો યથાસ્થાને ગોઠવવાનું કામ બ્ર૦ ભાઈશ્રી ચંદુલાલભાઈ ઝોબાળિયાએ પોતાની સ્વયંસ્ફુરિત ભાવનાથી ઘણી ચોકસાઈપૂર્વક કર્યું છે. ઉપરોક્ત વિશેષતા સિવાય, (તેમ જ અનુવાદમાં માત્ર કયાંક કરાયેલા નજીવા ફેરફાર સિવાય, ) આ તૃતીય આવૃત્તિની સર્વ સામગ્રી-સંસ્કૃત ટીકા, અનુવાદ વગેરે બધુંદ્વિતીય આવૃત્તિ પ્રમાણે જ છે. ફાગણ વદ દશમ, વિ. સં. ૨૦૨૫ હિં. જે. શાહ * * * [છઠ્ઠી આવૃત્તિ પ્રસંગે ] છઠ્ઠી આવૃત્તિની સર્વ સામગ્રી-સંસ્કૃત ટીકા, અનુવાદ વગેરે બધું–ત્રીજી વગેરે અગાઉની આવૃત્તિઓ પ્રમાણે જ છે. શ્રાવણ વદ વિ. સં.૨૦૪૮ (બહેનશ્રી ચંપાબેન-૭૯મી જન્મજયંતી ) હિં. જે. શાહ [સાતમી આવૃત્તિ પ્રસંગે ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy