SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા લખનાર (લગભગ વિક્રમ સંવતના ૧૦મા સૈકામાં થઈ ગયેલા) શ્રીમાન અમૃતચંદ્રાચાર્યદેવ છે. જેમ આ શાસ્ત્રના મૂળ ર્ડા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. આત્મખ્યાતિ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. તેમણે પંચાસ્તિકાય તથા પ્રવચનસારની પણ ટીકા લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધયુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો પણ લખ્યા છે. તેમની એક આ આત્મખ્યાતિ ટીકા વાંચનારને જ તેમની અધ્યાત્મરસિક્તા, આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની તેમની અસાધારણ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જશે. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યોને ગોઠવી દેવાની તેમની અજબ શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચક્તિ કરે છે. તેમની આ દૈવી ટીકા શ્રુતકેવળીનાં વચનો જેવી છે. જેમ મૂળ શાસ્ત્રર્તાએ આ શાસ્ત્ર સમસ્ત નિજ વૈભવથી રચ્યું છે તેમ ટીકાકારે પણ અત્યંત હોંશપૂર્વક સર્વ નિજ વૈભવથી આ ટીકા રચી એમ આ ટીકા વાંચનારને સહેજે લાગ્યા વિના રહેતું નથી. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે, જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભી૨ આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને, તેમના ગણધર જેવું કામ કર્યું છે. આ ટીકામાં આવતાં કાવ્યો (-કળશો ) અધ્યાત્મ રસથી અને આત્માનુભવની મસ્તીથી ભરપૂર છે. શ્રી પદ્મપ્રભદેવ જેવા સમર્થ મુનિવરો ૫૨ તે કળશોએ ઊંડી છાપ પાડી છે અને આજે પણ તે તત્ત્વજ્ઞાનથી ને અધ્યાત્મરસથી ભરેલા મધુર કળશો, અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું સ્થાન જૈન સાહિત્યમાં અદ્વિતીય છે. સમયસારમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૪૧૫ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના ૫૨શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આત્મખ્યાતિ નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. પંડિત જયચંદ્રજીએ મૂળ ગાથાઓનું અને આત્મખ્યાતિનું હિંદીમાં ભાષાંતર કર્યુ અને તેમાં પોતે થોડો ભાવાર્થ પણ લખ્યો. તે પુસ્તક ‘સમયપ્રાકૃત ’ના નામે વિ. સં. ૧૯૬૪માં પ્રકાશિત થયું હતું. ત્યારપછી પંડિત મનોહરલાલજીએ તે પુસ્તકને પ્રચલિત હિંદીમાં પરિવર્તિત કર્યું અને શ્રી ૫૨મશ્રુતપ્રભાવક મંડળ દ્વારા ‘ સમયસાર ’ના નામે વિ. સં. ૧૯૭૫માં પ્રકાશન પામ્યું. તે હિંદી ગ્રંથના આધારે, તેમ જ સંસ્કૃત ટીકાના શબ્દો તથા આશયને વળગી રહીને, આ ગુજરાતી અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ અનુવાદ કરવાનું મહા ભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ પૂજ્ય સદ્દગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. અનુવાદ કરવાની સમસ્ત શક્તિ મને પૂજ્યપાદ સદ્દગુરુદેવ પાસેથી જ મળી છે. મારી મારફત અનુવાદ થયો તેથી ‘આ અનુવાદ મેં કર્યો છે' એમ વ્યવહારથી ભલે કહેવાય, પરંતુ મને મારી અલ્પતાનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy